તહેવારોની સીઝન પહેલા Renault Indiaએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ જાહેરાત કરી છે કે GST 2.0ના ઘટાડાનો સંપૂર્ણ લાભ સીધો ગ્રાહકોને આપવામાં આવશે, જેના કારણે Renault કારની કિંમતોમાં 96 હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
Renault Triberમાં મોટો ઘટાડો
દેશની સૌથી સસ્તી 7-સીટર Renault Triberની કિંમતમાં પણ ઘટાડો થયો છે. કંપની અનુસાર Triber ના તમામ વેરિઅન્ટમાં સરેરાશ 8.5% સુધી ભાવ ઘટાડો થયો છે. તેમાં ખાસ કરીને પેટ્રોલ-ઓટોમેટિક વેરિઅન્ટના ખરીદદારોને સૌથી મોટો લાભ મળશે, જે હવે 78,195 રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે.
Triber ની ખાસિયતો
કોમ્પેક્ટ સાઇઝની 7-સીટર, શહેર અને હાઇવે બંને માટે યોગ્ય.
સીટો ફોલ્ડ કર્યાબાદ 625 લિટર સુધીનું બૂટ સ્પેસ.
અપડેટેડ ઇન્ટિરિયર્સ: નવી ડ્યુઅલ-ટોન થીમ, પ્રીમિયમ મટિરિયલ ફિનિશ.
અદ્યતન સુવિધાઓ: ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ.
એન્જિન અને પરફોર્મન્સ
Renault Triber ફેસલિફ્ટમાં મોટો મિકેનિકલ ફેરફાર નહીં થાય. તેમાં પહેલાની જેમ 1.0-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે, જે 72 bhp પાવર અને 96 Nm ટોર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ વિકલ્પમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશન ઉપલબ્ધ રહેશે.
આમ, Renault Triber અને કંપનીના અન્ય મોડલ્સ હવે ગ્રાહકો માટે વધુ બજેટ-ફ્રેન્ડલી બન્યા છે, ખાસ કરીને તે લોકો માટે જે ઓછા ખર્ચમાં 7-સીટર કારની શોધમાં છે.