Renault Kwid EV To Be Launched: Renault એ આખરે બ્રાઝિલમાં તેની સૌથી અપેક્ષિત ઇલેક્ટ્રિક કાર, Kwid EV નું અનાવરણ કર્યું છે. તે ત્યાં Kwid E-Tech તરીકે વેચાઈ રહી છે. આ મોડલ Dacia Spring EV ના પ્લેટફોર્મ પર આધારિત છે અને તેને કંપનીની ઇલેક્ટ્રિક વાહન વ્યૂહરચનામાં એક મોટું પગલું માનવામાં આવે છે. Kwid EV ના ઘણા પરીક્ષણ મોડલો ભારતમાં પહેલાથી જ જોવા મળ્યા છે, જે ભારતીય બજારમાં સંભવિત લોન્ચ સૂચવે છે.
Kwid EV ડિઝાઇન
Kwid EV ની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. તે Dacia Spring EV જેવી છે, પરંતુ તેમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો છે જે તેને સ્પોર્ટી લુક આપે છે. આગળના ભાગમાં વર્ટિકલ સ્લેટ્સ સાથે બંધ ગ્રિલ છે, જે તેને એક દમદાર લુક આપે છે. પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને આકર્ષક ડિઝાઇન એલિમેન્ટ્સ બમ્પર પર જોવા મળે છે. સાઇડ પ્રોફાઇલ જૂની Kwid જેવી જ છે, જેમાં બ્લેક વ્હીલ આર્ચ ક્લેડીંગ, બ્લેક સાઇડ પેનલ્સ, ORVM પર સૂચક લાઇટ્સ અને 14-ઇંચ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ તેના લુકને વધુ વધારે દમદાર લુક આપે છે.
Kwid EV નું ઇન્ટિરિયર
Renault એ ઇલેક્ટ્રિક Kwid ના ઇન્ટિરિયરને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન આપવામાં આવી છે. કેબિનમાં 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. વધુ ફીચર્સમાં 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બે USB-C પોર્ટ અને હાઇટ-એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલનો સમાવેશ થાય છે. સેન્ટર કન્સોલમાં ભવિષ્યવાદી ડિઝાઇન અને પ્રીમિયમ ફિનિશ છે.
Kwid EV સેફટી ફીચર
Renault એ Kwid EV ની સેફટી ફીચરમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં છ એરબેગ્સ, ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ), ESP (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ), હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) છે. પાછળનો કેમેરા, સીટબેલ્ટ રિમાઇન્ડર અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરિંગ પોઇન્ટ્સ પણ સામેલ છે.
પાવર, પર્ફોર્મન્સ અને રેન્જ
Renault Kwid EV માં 26.8kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે એક જ ચાર્જ પર આશરે 250 કિલોમીટરની રેન્જ આપે છે. ઝડપી ચાર્જરનો ઉપયોગ કરીને બેટરી લગભગ એક કલાકમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે, જ્યારે નિયમિત ચાર્જિંગમાં લગભગ 6-7 કલાક લાગે છે. તેની ટોપ સ્પીડ લગભગ 120 કિમી/કલાક હોવાનું જાણવા મળે છે, જે તેને શહેર અને હાઇવે બંને ડ્રાઇવિંગ માટે યોગ્ય બનાવે છે. Renault Kwid EV 2025 ના અંત સુધીમાં ભારતમાં લોન્ચ થવાની ધારણા છે. કંપની તેની કિંમત ઓછી રાખવા માટે સ્થાનિક રીતે તેનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. એવી અપેક્ષા છે કે, આ કાર ભારતમાં ₹8 લાખ થી ₹10 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમતે ઓફર કરવામાં આવશે.