Autonomous Three Wheeler: Omega Seiki Mobility એ ભારતીય ઓટો માર્કેટમાં વિશ્વનું પ્રથમ ઓટોનોમસ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, "સ્વયંગતી" લોન્ચ કર્યું છે. Omega Seiki Mobility એ OSM ના ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ અને AI-આધારિત ઓટોનોમસ સિસ્ટમ પર સ્વયંગતિ બનાવી છે. આ ઓટોને એરપોર્ટ, સ્માર્ટ કેમ્પસ, ઔદ્યોગિક ઉદ્યાનો અને ભીડવાળા વિસ્તારો જેવા વિસ્તારોમાં ટૂંકા અંતરના પરિવહન માટે ડ્રાઇવર વિના સરળતાથી ચલાવી શકાય છે. આ થ્રી-વ્હીલરની કિંમત અને ફીચર્સ વિશે જાણો.
ભારતીય આટોમોબાઇલને નવી દિશા મળશે?
કંપનીના સ્થાપક ઉદય નારંગના મતે, સ્વયંગતિનું લોન્ચિંગ માત્ર એક પ્રોડક્ટ લોન્ચિંગ નથી, પરંતુ એક પગલું છે જે ભારતમાં ટ્રાન્સપોર્ટેશનના ભવિષ્યને નવી દિશા આપશે. તેમણે ઉમેર્યું કે, સ્વાયત્ત વાહનો આજે સ્વપ્ન નથી, પરંતુ એક જરૂરિયાત છે. આ સાબિત કરે છે કે, AI અને LiDAR જેવી ટેકનોલોજી ભારતમાં અને વધુ સસ્તા ખર્ચે વિકસાવી શકાય છે.
થ્રી-વ્હીલરની કિંમત કેટલી છે?
Omega Seiki Mobility ની કિંમત પેસેન્જર વેરિઅન્ટ માટે ₹4 લાખ અને કાર્ગો વેરિઅન્ટ માટે ₹4.15 લાખ છે. કાર્ગો વેરિઅન્ટ હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યું નથી, પરંતુ તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
થ્રી-વ્હીલરના ફીચર્સ શું છે?
થ્રી-વ્હીલરમાં આપવામાં આવેલી બેટરી એકવાર ચાર્જ કર્યા પછી 120 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેમાં ઘણી ઉત્તમ અને એડવાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. વિશ્વની પ્રથમ ઓટોનોમસ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સ્વયંગતિમાં Lidar અને GPS આપવામાં આવ્યા છે. Omega Seiki Mobility ના આ થ્રી-વ્હીલરમાં AI-આધારિત અવરોધ શોધ, મલ્ટી-સેન્સર નેવિગેશન અને રિમોટ સેફ્ટી કંટ્રોલ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા એરપોર્ટ, ટેક પાર્ક, સ્માર્ટ સિટી, કેમ્પસ અને ઇન્ડસ્ટ્રીયલ હબને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.