વિશ્વપ્રસિદ્ધ હેચબેક સુઝુકી સ્વિફ્ટને નવી પેઢીના અપડેટ બાદ ક્રેશ ટેસ્ટમાં વધુ સારો સ્કોર મળ્યો છે. ઓસ્ટ્રેલિયા NCAP (ANCAP) એ પહેલા આ મોડેલને ફક્ત 1-સ્ટાર રેટિંગ આપ્યું હતું, પરંતુ તાજેતરના ફેરફારો પછી 2025 મોડેલને હવે 3-સ્ટાર રેટિંગ મળ્યા છે. આ રેટિંગ હવે યુરો NCAPના 3-સ્ટાર રેટિંગની સમકક્ષ ગણાય છે.
ડિસેમ્બર 2024માં પરીક્ષણ કરાયેલા ઓસ્ટ્રેલિયન-સ્પેક સ્વિફ્ટમાં ઘણી જરૂરી સેફ્ટી ફીચર્સનોઅભાવ હતો. આ કારણે તેને ફક્ત 1-સ્ટાર આપવામાં આવ્યો હતો. જો કે, ઓગસ્ટ 2025થી પ્રોડક્શન અને સપ્ટેમ્બર 2025થી વેચાતા મોડેલો સેફ્ટી અપગ્રેડ સાથે આવ્યા, જેના કારણે રેટિંગ સુધરીને 3-સ્ટાર સુધી પહોંચી ગયું છે.
સલામતી સુવિધાઓમાં સુધારો
નવી સુઝુકી સ્વિફ્ટ હવે બધા વેરિઅન્ટમાં ફ્રન્ટલ, સાઇડ અને કર્ટેન એરબેગ સાથે આવે છે. જો કે, સેન્ટર એરબેગ હજુ ઉપલબ્ધ નથી. સાથે જ આ કાર Auto Emergency Braking (કાર-ટુ-કાર, જંકશન અને રાહદારીઓ માટે), Lane Keep Assist, Lane Departure Warning, Emergency Lane Keeping, તેમજ Speed Assist System જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.
ANCAP ક્રેશ ટેસ્ટ સ્કોર કાર્ડ
એડલ્ટ મુસાફરોની સેફ્ટી: 67% (26.87/40 પોઈન્ટ)
ચાઈલ્ડ મુસાફરોની સેફ્ટી: 65% (32.28/49 પોઈન્ટ)
વેરિફાયેબલ રોડ યુઝર પ્રોટેક્શન: 76% (48/63 પોઈન્ટ)
સિક્યુરિટી આસિસટન્સ: 55% (10.03/18 પોઈન્ટ)
ટેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા વેરિઅન્ટ્સ
ANCAP દ્વારા સ્વિફ્ટના 6 વેરિઅન્ટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં Suzuki Swift GL, Suzuki Swift GL+, Suzuki Swift GLX, Suzuki Swift GLSB, Suzuki Swift GLZ અને Suzuki Swift RSCBનો સમાવેશ થાય છે.
ભારતમાં સ્થિતિ
ભારતમાં હાલમાં વેચાઈ રહેલી ચોથી પેઢીની Maruti Suzuki Swiftનું હજુ સુધી ગ્લોબલ NCAP કે ભારત NCAP દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું નથી. તેથી ભારતીય ગ્રાહકો તેના સલામતી સ્તર અંગે સત્તાવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છે.