રેલવે કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કેન્દ્ર સરકારે 1,865.68 કરોડ રૂપીયાની પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બોનસની રકમ 78 દિવસોના પગાર સમાન હશે, જેથી દેશભરમાં લગભગ 11 લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે.
કેબિનેટમાં લેરવાયેલા મોટા નિર્ણય
રેલવે પ્રોજેક્ટ- બખ્તીયારપુર - રાજગીર - તિલૈયા રેલાલાઇન ડબલિંગને મંજૂરી (2,192 કરોડ)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મમલાની મંત્રીમંડળીય સમિતિએ બિહારમાં બખ્તીયારપુર - રાજગીર - તિલૈયા સિંગલ-ટ્રેક સેક્શન (104 કિલોમીટર) ના ડબલિંગને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે 2,192 કરોડ રૂપિયા છે.
હાઇવે પ્રોજેક્ટ - સાહેવલનબગંજ - બેતિય સેક્શન (NH-139W) નો ફોર-લેન ર્નિમાણ (3,822 કરોડ)
રેલવે બોનસ - રેલવે કર્મચારીઑની પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (1,866 કરોડ)
રેલવે કર્મચારીઑના ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપતા, PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 10,91,146 રેલવે કર્મચારીઑને 78 દિવસોની ઉત્પાદકતા સાથે જોડાયેલું બોનસ (PLB) ના રૂપે 1865.68 કરોડ રૂપિયા ચૂકવવાની મંજૂરી આપી છે.
શિપિંગ સેક્ટર - શિપબિલ્ડિંગ અને દરિયાઈ વિકાસ સુધારાઓ માટે મોટું પેકેજ (69,725 કરોડ)
CSIR સ્કીમ - કેપેસિટી બિલિંગ અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટે યોજના (2,277 કરોડ)
મેડિકલ એજ્યુકેશન - મેડિકલ એજ્યુકેશનનો વિસ્તાર (15,034 કરોડ)