23 સપ્ટેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 71 માં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન થયું છે. આ આયોજનમાં સામેલ થવા અને પોતાનો પહેલો નેશનલ એવોર્ડ લેવા માટે બૉલીવુડનો કિંગખાન શાહરુખ ખાન પણ અહીં પહોંચી ગયો છે. કિંગ ખાનને વર્ષ 2022 માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટર એવોર્ડ આપવામાં આવશે. આ ઉપલબ્ધિ તેના લાંબા ફિલ્મી કરિયરમાં એક ઐતિહાસિક સીમાચિન્હ માનવામાં આવે છે, કેમ કે લગભગ 30 વર્ષોના કરિયરમાં પહેલી વખત તેને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. આ એવોર્ડને વિક્રાંત મેસી સાથે શેર કરશે.
નેશનલ એવોર્ડ લેવા પહોંચ્યો શાહરુખ ખાન
એવોર્ડ સેરેમનીથી શાહરુખ ખાનની ફોટો અને વીડિયો સામે આવી છે. અભિનેતા બ્લેક સૂટ અને વ્હાઇટ શર્ટમાં નજરે ચડયો છે. તેનો આ લુક છેલ્લા અમુક સમયથી ચર્ચામાં છે. આ લુકને તેની આગામી ફિલ્મ કિંગ સાથે જોડવામાં આવી રહ્યો છે.
રાની મુખર્જી પણ દેખાઈ
આ એવોર્ડ સેરેમનીમાં રાની મુખર્જી પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ લેવા પહોંચી છે. તેને પોતાની ફિલ્મ મિસેઝ ચેટર્જી વર્સેઝ નૉર્વે માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીતવાનો છે. રાનીને પણ આ સન્માન મેળવવા માટે લગભગ 30 વર્ષનો સમય લાગી રહ્યો છે. બંને એક્ટર સાથે દેખાઈ રહ્યા છે. આ સિવાય ઘણા અન્ય કલાકારોને પણ સેરેમનીનો ભાગ બનતા જોઇ શકાય છે.