બલુચિસ્તાનમાં મસ્તુંગ જિલ્લાના દશ્ત વિસ્તારમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં મોટો વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો.
નજીકના રહેવાસીઓએ ઘટનાસ્થળે દોડી જઈ મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ઘટના થોડા કલાકો અગાઉ જ તે જ વિસ્તારમાં પાટા સાફ કરી રહેલા પાકિસ્તાની સેનાના જવાનો પર થયેલા હુમલા પછી બની હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને અધિકારીઓએ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી છે.