logo-img
Trump Administration Proposes To Close H 1b Lottery System

ટ્રમ્પ પ્રશાસને H-1B લૉટરી પ્રણાલી બંધ કરવા મુક્યો પ્રસ્તાવ : જાણો નિયમોમાં ફેરફાર

ટ્રમ્પ પ્રશાસને H-1B લૉટરી પ્રણાલી બંધ કરવા મુક્યો પ્રસ્તાવ
Published by: Offbeat Team
| Last Updated: Sep 23, 2025, 07:25 PM IST

અમેરિકામાં વિદેશી કામદારો માટે સૌથી લોકપ્રિય માનાતો H-1B વિઝા હવે નવા નિયમો હેઠળ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ મોટા ફેરફારોની જાહેરાત કરી છે.


હવે લોટરી સિસ્ટમ નહીં

અત્યાર સુધી H-1B વિઝા લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવતા હતા, એટલે કે એક જ અરજદારની પસંદગી થતી હતી.
નવા નિયમો મુજબ, હવે ભારિત પસંદગી પ્રક્રિયા લાગુ થશે.

  • ઉચ્ચ પગાર ધરાવતા

  • ઉચ્ચ કુશળતા ધરાવતા કામદારોને વધુ પ્રાથમિકતા મળશે.

જોકે, તમામ સ્તરના કર્મચારીઓ હજુ પણ અરજી કરી શક્શે.


વિઝા માટે ફી $100,000

ટ્રમ્પે થોડા દિવસો પહેલા હસ્તાક્ષર કરેલા આદેશ મુજબ, હવે દરેક નવી H-1B વિઝા અરજી માટે $100,000 ફી વસૂલવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે આ પગલું અમેરિકન કામદારોને પ્રોત્સાહન આપવા માટે છે.


વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા

વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે કહ્યું:

  • કંપનીઓ હવે સિસ્ટમનો દુરુપયોગ કરી શકશે નહીં.

  • ફક્ત વાસ્તવિક જરૂરિયાત ધરાવતા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોને જ વિઝા મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now