logo-img
Mg Motors Launches Special Edition Of Windsor Ev

MG Motors એ Windsor EV નું ખાસ એડિશન કર્યું લોન્ચ : ફક્ત 300 લોકો જ ખરીદી શક્શે! જાણો ફીચર્સ અને કિંમત

MG Motors એ Windsor EV નું ખાસ એડિશન કર્યું લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Oct 10, 2025, 07:05 AM IST

MG Windsor Inspire Edition: ભારતની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક કારોમાંની એક, MG Windsor EV, હવે વધુ લક્ઝરી સ્વરૂપમાં આવી રહી છે. JSW MG Motor India એ તેનું નવું અને ખાસ Inspire Edition લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹16.65 લાખ (એક્સ-શોરૂમ) છે. આ એડિશન ખૂબ જ ખાસ છે કારણ કે કંપની ફક્ત 300 યુનિટ બનાવશે, જેનો અર્થ એ કે, માત્ર 300 વયક્તિ જ આ કાર ખરીદી શક્શે. આ એડિશન MG Windsor EV ની પ્રથમ વર્ષગાંઠ અને 40,000 યુનિટના વેચાણની યાદમાં બનાવવામાં આવી છે. તે MG ના ટોપ-સ્પેસિફિકેશન Essence વેરિઅન્ટ પર આધારિત છે અને તેમાં ઘણા પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જે તેને અન્ય મોડલો કરતાં અલગ બનાવે છે. જાણો તેના ફીચર, ઇન્ટિરિયર, બેટરી અને પર્ફોર્મન્સ વિશેની માહિતી.

એક્સટીરીયર

નવી Windsor EV Inspire Edition નો દેખાવ પહેલા કરતાં વધુ ક્લાસી અને અનોખો છે. તેમાં Pearl White અને Starry Black નો અદભુત ડ્યુઅલ-ટોન ફિનિશ છે, જ્યારે બ્લેક-આઉટ એલોય વ્હીલ્સ, રોઝ ગોલ્ડ ક્લેડીંગ્સ અને બ્લેક ORVM તેને સ્પોર્ટી લુક આપે છે. વધુમાં, ફ્રન્ટ ગ્રિલ અને બોડી સાઇડ મોલ્ડિંગ્સ પર ખાસ ગોલ્ડ એક્સેન્ટ્સ તેને બિઝનેસ-ક્લાસ ઇલેક્ટ્રિક SUV ને પ્રીમિયમ ટચ આપે છે. તેનું ડ્યુઅલ-ટોન કોમ્બિનેશન તેને રસ્તા પર અલગ પાડે છે.

ઇન્ટિરિયર

MG એ લક્ઝરી અને ફિનિશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. Sangira Red અને Black Leather Upholstery સાથે કેબિન ખૂબ જ પ્રીમિયમ લાગે છે. ડેશબોર્ડ પર રોઝ ગોલ્ડ ટચ ટચ આપવામાં આવ્યું છે. આ એડિશનમાં 3D Inspire થીમ આધારિત ફ્લોર મેટ્સ, લેધર કી કવર, ઇન્સ્પાયર કુશન, સનશેડ્સ, બોડી સાઇડ મોલ્ડિંગ્સ અને રોઝ ગોલ્ડ એક્સેસરી પેકનો સમાવેશ થાય છે. ગ્રાહકો વૈકલ્પિક ઉમેરાઓ તરીકે Skylight Infinity View Glass Roof અને Wireless Illuminated Door Sill Plates જેવા ફીચર્સ પણ પસંદ કરી શકે છે.

બેટરી અને પર્ફોર્મન્સ

નવી Windsor EV Inspire Edition માં 38kWh ની LFP (Lithium Iron Phosphate) બેટરી દ્વારા સંચાલિત છે. કંપની 331 કિમી (ARAI પ્રમાણિત) ની રેન્જનો દાવો કરે છે. તેમાં ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ (FWD) લેઆઉટ છે, જે ડ્રાઇવિંગને સ્મૂધ બનાવે છે. આ સેટઅપે MG Windsor EV ને ભારતની સૌથી વિશ્વસનીય અને કાર્યક્ષમ ઇલેક્ટ્રિક કારમાંની એક બનાવી છે. તેની બેટરી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને લગભગ 8 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થાય છે.

બુકિંગ અને ડિલિવરી

જો તમને આ લિમિટેડ એડિશન ખરીદવામાં રસ છે, તો MG ની ઓફિશિયલ વેબસાઇટ પર આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે. કંપનીએ જણાવ્યું છે કે, ડિલિવરી 15 ઓક્ટોબર, 2025 થી શરૂ થશે. કારણ કે આ લિમિટેડ એડિશન મોડલ છે, MG ચાહકોમાં માંગ ઝડપથી વધી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now