logo-img
Mg Comet Ev 30 Thousand Rupees Salary Emi And Finance Plan Details

શું 30 હજારની સેલેરીમાં ખરીદી શકાય આ EV કાર? : જાણો આ કાર અંગે તમામ માહિતી

શું 30 હજારની સેલેરીમાં ખરીદી શકાય આ EV કાર?
Published by: Offbeat Team
| Last Updated: Aug 31, 2025, 03:12 AM IST

દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર MG Comet EVને કંપનીએ નવા અપડેટ્સ સાથે બજારમાં રજૂ કરી છે. હવે આ કાર પહેલા કરતા વધુ સુરક્ષિત અને ફીચર્સથી ભરપૂર બની ગઈ છે.

કિંમત અને ફાઇનાન્સ પ્લાન
નવી MG Comet EV ની ઓન-રોડ કિંમત અંદાજે ₹7.30 લાખથી શરૂ થાય છે. જો ગ્રાહક ₹1 લાખ ડાઉન પેમેન્ટ કરે, તો તેને ₹6.30 લાખની લોન લેવી પડશે. 9.8% વાર્ષિક વ્યાજ દર અને 5 વર્ષના સમયગાળા પ્રમાણે દર મહિને અંદાજે ₹13,400 EMI ચૂકવવી પડશે. કુલ મળી 5 વર્ષમાં લગભગ ₹8 લાખ ચુકવવા પડશે.

પરફોર્મન્સ
MG Comet EV એક કોમ્પેક્ટ 4-સીટર ઇલેક્ટ્રિક કાર છે, ખાસ કરીને શહેરમાં ડ્રાઇવિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 17.3 kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે એક જ ચાર્જ પર 230 કિમી સુધીનું માઇલેજ આપે છે. સાથે જ આ કાર AC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

સેફ્ટી અને ટેકનોલોજી
કારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્યુઅલ એરબેગ્સ, રીઅર પાર્કિંગ કેમેરા, પાવર-ફોલ્ડિંગ ORVMs, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ડિસ્ક બ્રેક્સ સાથે ABS + EBD જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now