મારુતિ સુઝુકીની સ્વિફ્ટ થઈ વધુ સસ્તી, આ કારના ખરીદારોને મોટો ફાયદો, વહેલી તકે ખરીદી કરીને મેળવી શકે છે લાભ, તાજેતરમાં લાગુ કરાયેલા GST 2.0 સુધારાઓ પછી, કંપનીએ તેના તમામ વેરિઅન્ટના ભાવ ઘટાડી દીધા,નવા ભાવ માળખા હેઠળ, ગ્રાહકોને 1.06 લાખ રૂપિયા સુધીની બચતનો સીધો લાભ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મારુતિ સ્વિફ્ટ તેની સ્ટાઇલિશ ડિઝાઇન, શાનદાર માઇલેજ અને વિશ્વસનીય પ્રદર્શનને કારણે દેશમાં સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે.
30.9 કિમી પ્રતિ કિલો માઇલેજ
માઈલેજને લઈને પણ કંપનીએ કરી જાહેરાત, મારુતિ સ્વિફ્ટના પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટમાં 24.8 કિમી પ્રતિ લિટર માઇલેજ હોવાનો કંપનીનો દાવો, જ્યારે મારુતિ સ્વિફ્ટના પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટમાં 25.75 કિમી પ્રતિ લિટર માઇલેજ અને કંપની સ્વિફ્ટ CNGમાં 30.9 કિમી પ્રતિ કિલો માઇલેજ આપવાનો પણ દાવો કરે છે.
કારના અદ્ભુત ફીચર્સ અને સુવિધાઓ
પાવરટ્રેન વિશે વાત કરીએ તો, તેમાં 1.2-લિટર 3-સિલિન્ડર Z-સિરીઝ પેટ્રોલ એન્જિન છે જે 82bhp ની મહત્તમ શક્તિ અને 112Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કારનું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.મારુતિ સ્વિફ્ટના કેબિનમાં, ગ્રાહકોને 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી, વાયરલેસ ફોન ચાર્જિંગ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત, સલામતી માટે, કારમાં સ્ટાન્ડર્ડ 6-એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર અને રીઅર પાર્કિંગ કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે.