મારુતિ સુઝુકીએ પોતાની મોસ્ટ પોપ્યુલર ફેમિલી કાર વેગનઆર પર મોટી રાહત આપી છે. હકીકતમાં તાજેતરમાં લાગુ થયેલા GST રીફોર્મ્સ 2.0 બાદ કંપનીએ વેગનઆરના તમામ વેરિયન્ટ પર કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. આ જાહેરાત બાદ મરૂરતી વેગનઆર પર ગ્રાહકોને 64,000 રૂપિયા સુધી બચત મળશે. આ ઘટાડા વેરિયન્ટ અનુસાર અલગ - અલગ છે. જણાવી દઈએ કે મારુતિ વેગનઆર વર્તમાન સમયમાં સૌથી વધુ વેચાતી હેચબેક કાર છે. તો ચાલો જાણીએ કે વેરિયન્ટ અનુસાર GST માં કેટલા રૂપિયાની બચત થાય છે...
Tour H3 1L ISS MT પર 50,000 ની છૂટ
Wagon R LXI 1L ISS MT પર 50,000 ની છૂટ
Wagon R VXI 1L ISS MT પર 54,000 ની છૂટ
Wagon R VXI 1L ISS AT 58,000 ની છૂટ
Tour H3 CNG 1L MT પર 57,000 ની છૂટ
Wagon R LXI CNG 1L MT પર 58,000 ની છૂટ
Wagon R VXI CNG 1L MT પર 60,000 ની છૂટ
Wagon R ZXI 1.2L ISS MT પર 56,000 ની છૂટ
Wagon R ZXI+ 1.2L ISS MT પર 60,000 ની છૂટ
Wagon R ZXI 1.2L ISS AT પર 60,000 ની છૂટ
Wagon R ZXI+ 1.2L ISS AT પર 64,000 ની છૂટ
આટલી છે વેગનઆરની કિંમત
આ કારમાં 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ સાથે 14-ઇંચ એલોય વ્હીલ્સ જેવા ફીચર્સ છે. આ ઉપરાંત, સલામતી માટે, કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ અને રીઅર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિ વેગનઆરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ટોપ મોડેલમાં 5.78 લાખ રૂપિયાથી 7.62 લાખ રૂપિયા સુધીની છે.