logo-img
Maruti Suzuki Victoris Equipped With Safety And Features

સેફ્ટી અને અત્યાધુનિક ફીચર્સથી સજ્જ Maruti Suzuki Victoris : ગ્લોબલ NCAPમાં મચાવી ધૂમ

સેફ્ટી અને અત્યાધુનિક ફીચર્સથી સજ્જ Maruti Suzuki Victoris
Published by: Offbeat Team
| Last Updated: Sep 15, 2025, 07:42 PM IST

મારુતિ સુઝુકીની નવી SUV વિક્ટોરિસ લોન્ચ પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. કંપનીએ જણાવ્યું છે કે ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (BNCAP) ઉપરાંત, હવે તેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. આ SUVને મારુતિની અત્યાર સુધીની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવી રહી છે.


કેટલા પોઈન્ટ મળ્યા?

  • એડલ્ટ સેફ્ટી: 34 માંથી 33.72 પોઈન્ટ

  • ચાઈલ્ડ સેફ્ટી: 49 માંથી 41 પોઈન્ટ

  • ડ્રાઇવર અને મુસાફરના માથા–ગરદનને 'સારું' પ્રોટેક્શન

  • સાઈડ ટેસ્ટિંગમાં શરીરના અલગ-અલગ ભાગોને 'ગુડ' અને 'સ્ટેબલ' રેટિંગ


સેફ્ટી ફીચર્સ

  • 6 એરબેગ્સ

  • ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ

  • ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ

  • બધી સીટો માટે સીટ બેલ્ટ રિમાઇન્ડર

  • રાહદારીઓની સુરક્ષા ફીચર્સ

  • ટોપ વેરિઅન્ટ (ZX+ અને ZX+(O)):

    • લેવલ 2 ADAS

    • ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ

    • લેન કીપ આસિસ્ટ

    • સ્પીડ આસિસ્ટ સિસ્ટમ


કિંમત અને પોઝિશનિંગ

  • શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત: આશરે ₹10 લાખ

  • પોઝિશનિંગ:

    • બ્રેઝા કરતાં ઉપર

    • ગ્રાન્ડ વિટારા કરતાં સસ્તી

  • એરેના ડીલરશીપ મારફતે ઉપલબ્ધ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now