ભારતમાં GST દરોમાં ફેરફારથી કોમ્પેક્ટ SUV ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હવે 4 મીટર સુધીની કાર અને 1200cc સુધીના એન્જિન ધરાવતા વાહનો પર ટેક્સ ઘટાડી 18% કરવામાં આવ્યો છે. આનો સીધો ફાયદો Maruti Eeco ને થશે, કારણ કે તેની લંબાઈ 4 મીટરથી ઓછી છે અને તેમાં 1197cc એન્જિન છે.
કિંમતમાં ઘટાડો
Maruti Eecoની હાલની એક્સ-શોરૂમ કિંમત 5,69,500 રૂપિયા (બેઝ વેરિઅન્ટ)થી 6,96,000 રૂપિયા (ટોપ વેરિઅન્ટ) સુધી છે. GST ઘટાડા બાદ, Eecoનું બેઝ વેરિઅન્ટ લગભગ 56,950 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે.
પાવરટ્રેન અને માઇલેજ
પેટ્રોલ વર્ઝન: 1.2-લિટર K-સિરીઝ એન્જિન, 80.76 PS પાવર અને 104.4 Nm ટોર્ક.
ટૂર વેરિઅન્ટ માઇલેજ: 20.2 km/l
પેસેન્જર વેરિઅન્ટ માઇલેજ: 19.7 km/l
CNG વર્ઝન: 71.65 PS પાવર અને 95 Nm ટોર્ક.
ટૂર વેરિઅન્ટ માઇલેજ: 27.05 km/kg
પેસેન્જર વેરિઅન્ટ માઇલેજ: 26.78 km/kg
સેફ્ટી સુવિધાઓ
Maruti Eeco હવે અપડેટેડ સેફ્ટી સુવિધાઓ સાથે આવે છે:
રિવર્સ પાર્કિંગ સેન્સર
એન્જિન ઇમોબિલાઇઝર
ચાઇલ્ડ લોક
સીટ બેલ્ટ રિમાઇન્ડર
EBD સાથે ABS
ટોચના ટ્રિમમાં 6 એરબેગ્સ
અપડેટેડ ઇન્ટિરિયર
નવું સ્ટીયરિંગ વ્હીલ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (S-Presso અને Celerioમાંથી લેવાયેલ).
સ્લાઇડિંગ એસી કંટ્રોલને દૂર કરીને રોટરી ડાયલ આપ્યો છે.
વધુ પ્રીમિયમ ફિનિશ સાથેનું ડેશબોર્ડ.