New Mid-Size SUV 2025: ભારતમાં મિડ સાઇઝ SUV સેગમેન્ટ પહેલાથી જ ખૂબ જ સ્પર્ધાત્મક છે, પરંતુ આગામી મહિનાઓમાં તે વધુ રસપ્રદ બનવાની તૈયારીમાં છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા અને મારુતિ સુઝુકી બધી નવી SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વાહનો ત્રણ એન્જિન ઓપ્શન સાથે ઉપલબ્ધ હશે: પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક. ચાલો આ આગામી મોડેલો પર એક નજર કરીએ.
Tata Sierra
Tata Sierra, જેને હજુ પણ લાખો લોકો પસંદ કરે છે, તે ભારતમાં વાપસી કરી રહી છે. આ SUV 25 નવેમ્બરના રોજ લોન્ચ થશે, અને નવા મોડેલમાં અનેક ફ્યૂચરિસ્ટિક ફીચર્સ છે. સૌથી મોટું એટ્રેક્શન તેનું ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ છે, જે ટાટા કારમાં પહેલી વખત જોવા મળશે છે. તે ત્રણ એન્જિન વિકલ્પો (એક નવું 1.5 tGDi પેટ્રોલ એન્જિન, 1.5 NA પેટ્રોલ અને 1.5 ટર્બો ડીઝલ) સાથે આવે છે. કંપની મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને ઓફર કરી રહી છે. સીએરાનું સૌથી નોંધપાત્ર મોડેલ તેનું ઓલ-ઇલેક્ટ્રિક વર્ઝન હશે, જે જાન્યુઆરી 2026 માં લોન્ચ થશે.
TATA Harrier અને Safari પેટ્રોલ
TATA Harrier અને Safari પહેલા ફક્ત ડીઝલ વર્ઝનમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ 9 ડિસેમ્બરે, બંને SUV પેટ્રોલ એન્જિન સાથે પણ લોન્ચ કરવામાં આવશે. તેમાં કંપનીનું નવું 1.5-લિટર tGDi પેટ્રોલ એન્જિન હશે, જે 170 hp અને 280 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વિકલ્પો ઉપલબ્ધ રહેશે. ડિઝાઇન અને ફીચર્સમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહિ, નવા પેટ્રોલ એન્જિનના ઉમેરા સાથે લાઇનઅપને મજબૂત બનાવવામાં આવશે.
27 નવેમ્બરે આવશે નવી 7-સીટર ઇલેક્ટ્રિક SUV
મહિન્દ્રાની નવી ઇલેક્ટ્રિક 7-સીટર SUV - XEV 9S - 27 નવેમ્બરના રોજ લોન્ચ થવાની તૈયારીમાં છે. તે XUV700 નું ઇલેક્ટ્રિક વર્ઝન હોવાનું માનવામાં આવે છે અને ખાસ કરીને ફેમલી ગ્રાહકો માટે બનાવવામાં આવી છે. તે બે બેટરી પેક વિકલ્પો - 59 kWh અને 79 kWh. મળી શકે છે.
Maruti e Vitara
મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક SUV, e-Vitara, 2 ડિસેમ્બર, 2025 ના રોજ લોન્ચ થશે. ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. તેમાં બે બેટરી પેક હશે: 49 kWh અને 61 kWh, જેમાં મોટી બેટરી લગભગ 500 કિમીની રેન્જ પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક SUV એક મોટર અને ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવશે. મારુતિનો હેતુ પહેલા દિવસથી જ EV માર્કેટમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાનો છે.




















