logo-img
Mahindra Launches Teaser Of A Special Edition Of Be 6

લોન્ચ પહેલા Mahindra એ BE 6 સ્પેશિયલ એડિશનનું ટીઝર રિલીઝ કર્યું! : જાણો ક્યારે બજારમાં આવશે, ડિઝાઇન અને પાવરટ્રેન વિશેની સંપૂર્ણ માહિતી

લોન્ચ પહેલા Mahindra એ BE 6 સ્પેશિયલ એડિશનનું ટીઝર રિલીઝ કર્યું!
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 06:16 AM IST

Mahindra releases teaser of special edition of BE 6: Mahindra એ તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV, BE 6 ની સ્પેશિયલ એડિશનનું પહેલું ટીઝર રિલીઝ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. કંપની તેને 26 નવેમ્બર, 2025 ના રોજ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. અહેવાલો અનુસાર, આ નવી એડિશન Mahindra ના “Scream Electric” અભિયાનનો ભાગ હશે, જેમાં Formula E-પ્રેરિત ગ્રાફિક્સ અને સ્પોર્ટી ડેકલ્સ હશે. તે અગાઉના Batman Edition નું અપગ્રેડેડ અને વધુ પ્રીમિયમ વર્ઝન હોવાનું માનવામાં આવે છે. BE 6 રેન્જમાં પણ સુધારાની અપેક્ષા છે, જે તેને પહેલા કરતા વધુ પાવરફૂલ અને અદ્યતન બનાવે છે.

ટીઝરમાં નવી ડિઝાઇનનો ખુલાસો થયો

ટીઝરમાં ફાયરસ્ટોર્મ ઓરેન્જમાં Mahindra BE 6 Electric Origin SUV બતાવવામાં આવી છે, જે અત્યંત સ્પોર્ટી અને ફ્યૂચરિસ્ટિક લાગે છે. તે Pack Two ટ્રીમમાં ઓફર કરવામાં આવે તેવી અપેક્ષા છે. આગળના ભાગમાં સોફ્ટ LED DRL આઇબ્રો યુનિટ્સ અને લોઅર-સેટ હેડલેમ્પ્સ છે. આ ફેરફારો સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ વર્ઝનમાં ફરીથી ડિઝાઇન કરેલું ફ્રન્ટ બમ્પર હોઈ શકે છે, જે તેને સ્ટાન્ડર્ડ BE 6 થી અલગ બનાવે છે. પાછળના લાઇટબારને પણ નવી, ક્લીન ડિઝાઇન સાથે અપડેટ કરવામાં આવ્યો છે, જે તેને મોર્ડન ઇલેક્ટ્રિક SUV નું ફીલ આપે છે.

પહેલી કયા જોવા મળશે?

મહિન્દ્રા આ નવી આવૃત્તિ "Formula Edition" અથવા "Racing Edition" નામથી રજૂ કરી શકે છે. કંપની 26-27 નવેમ્બરના રોજ બેંગલુરુમાં Scream Electric ઇવેન્ટમાં XEV 9S સાથે BE 6 Special Edition ને રજૂ કરશે. મહિન્દ્રા પ્રેક્ષકોને વચન આપ્યું છે કે, તેમણે “Winning Formula” નો સંપૂર્ણ અનુભવ મળશે, જે ડિઝાઇન, ટેકનોલોજી અને પર્ફોર્મન્સનું સંપૂર્ણ કોમ્બિનેશન આપે છે.

પાવરટ્રેન

પાવરટ્રેનમાં કોઈ મોટા ફેરફારોની અપેક્ષા નથી. આ નવું એડિશનમાં BE 6 ની રીઅર-ડ્રાઇવ ઇલેક્ટ્રિક મોટર પણ આવશે. ગ્રાહકો પાસે ફરી એકવાર 59kWh અને 72kWh બેટરી પેકનો વિકલ્પ હશે. ઓલ-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ પણ શક્ય છે, જે તેને વધુ ઓફ-રોડ અને પરફોર્મન્સ-ઓરિએન્ટેડ બનાવી શકે છે. આ એડિશન, નવી ડિઝાઇન થીમ અને ગ્રાફિક્સ સાથે, BE 6 ને વધુ પ્રીમિયમ અને સ્પોર્ટી બનાવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now