2025 Mahindra New Bolero Facelift Launch: મહિન્દ્રાએ ભારતમાં તેના લોકપ્રિય SUV મોડલ્સ, Bolero અને Bolero Neo ના અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યા છે. 2025 Bolero ની કિંમત ₹7.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, જ્યારે Bolero Neo ની કિંમત ₹8.49 લાખ (એક્સ-શોરૂમ) છે. નવા વર્ઝનમાં બાહ્ય અને આંતરિક ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ એન્જિન અને મિકેનિકલ સેટઅપ યથાવત છે. લોન્ચ દરમિયાન, મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, બોલેરો મોડલનું કુલ વેચાણ 1.68 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયું છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.
2025 Mahindra Bolero નું સ્પેસિફિકેશન
2025 Bolero માં અગાઉના મોડલ જેવું જ 1.5 લિટર mHawk75 ડીઝલ એન્જિન છે, જે 75bhp અને 210Nm ટોર્ક જનરેટ કરે છે. બોલેરની બાહ્ય ડિઝાઇન પહેલા જેવી જ છે. પરંતુ તેમાં નવી 5-સ્લેટ ગ્રિલ, ફોગ લેમ્પ્સ અને ફરીથી ડિઝાઇન કરાયેલ એલોય વ્હીલ્સ છે. નવો Stealth Black રંગ તેને વધુ આક્રમક દેખાવ આપે છે. આંતરિક ભાગમાં નવી ચામડાની સીટો અને એરફ્લો માટે મેશ ડિઝાઇન છે. મૂળભૂત કાર્યો સ્ટીયરીંગ-માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ અને અન્ય ફીચર્સ દ્વારા સંચાલિત કરી શકાય છે. આમાં 17.8 સેમી ઇન્ફોટેનમેન્ટ યુનિટનો પણ સમાવેશ થાય છે.
2025 Mahindra Bolero ની કિંમત અને વેરિઅન્ટ
વેરિઅન્ટ | કિંમત (એક્સ-શોરૂમ) |
---|---|
B4 | ₹7.99 લાખ |
B6 | ₹8.69 લાખ |
B6 (O) | ₹9.09 લાખ |
B8 | ₹9.69 લાખ |
2025 Mahindra Bolero Neo નું સ્પેસિફિકેશન
Bolero Neo પાછલા મોડલ જેવું જ 1.5 લિટર mHawk ડીઝલ એન્જિનનો ઉપયોગ કરે છે, જે 100bhp અને 260Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. બાહ્ય ડિઝાઇનમાં નવી વર્ટિકલ સ્લેટ ગ્રિલ અને R16 એલોય વ્હીલ્સ છે. મહિન્દ્રા Bolero Neo ને એક નવા કલર ઓપ્શન Jeans Blue માં રજૂ કરવામાં આવી છે.
2025 Mahindra Bolero Neo નું ઇન્ટીરિયર
ઇટીરિયરમાં ચામડાની સીટ્સ અને મેશ પેટર્ન સાથે નવું કેબિન આપવામાં આવ્યું છે. ટોચના વેરિઅન્ટમાં Lunar Grey રંગની થીમ છે, જ્યારે નીચલા વેરિઅન્ટમાં Mocha Brown રંગની થીમ છે. 22.9cm ઇન્ફોટેનમેન્ટ યુનિટ અને રીઅર-વ્યૂ કેમેરા પણ સામેલ છે. નવી રાઇડફ્લો ટેકનોલોજી ફ્રીક્વન્સી-સિલેક્ટિવ ડેમ્પિંગ સાથે તેને વધુ આરામદાયક બનાવે છે.
2025 Mahindra Bolero Neo ની કિંમત અને વેરિઅન્ટ
વેરિઅન્ટ | કિંમત (એક્સ-શોરૂમ) |
---|---|
N4 | ₹8.49 લાખ |
N8 | ₹9.29 લાખ |
N10 | ₹9.79 લાખ |
N11 | ₹9.99 લાખ |