Toyota Fortuner Leader Edition Launched: Toyota Kirloskar Motor એ ભારતમાં તેની લોકપ્રિય SUV Toyota Fortuner નું નવું અને અપડેટેડ વર્ઝન - 2025 Fortuner Leader Edition લોન્ચ કર્યું છે. કંપનીએ તેને પહેલા કરતા વધુ સ્પોર્ટી, પ્રીમિયમ અને વધુ મોર્ડન ડિઝાઇન સાથે રજૂ કરી છે. આ એડિશન ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે લક્ઝરી, પાવર અને દમદાર સ્ટાઇલનું પર્ફેક્ટ કોમ્બિનેશન ઇચ્છે છે. ટોયોટા કહે છે કે, Fortuner Leader Edition ભારતીય SUV બજારમાં પ્રીમિયમ સ્ટાન્ડર્ડ વધારશે અને કંપનીની લક્ઝરી SUV રેન્જને વધુ મજબૂત બનાવશે. જાણો Toyota Fortuner Leader Edition ના ફીચર્સ, ડિઝાઇન, ઇન્ટિરિયર વિશેની માહિતી.ડિઝાઇન અપડેટ્સ
2025 Fortuner Leader Edition ના એક્સટીરિયરને પહેલા કરતા વધુ ડાયનેમિક અને બોલ્ડ બનાવવામાં આવ્યું છે. SUV માં નવી ફ્રન્ટ ગ્રિલ, સ્પોર્ટી બમ્પર સ્પોઇલર અને બ્લેક ડ્યુઅલ-ટોન રૂફ જેવા ડિઝાઇન અપડેટ્સ છે. તેમાં બ્લેક ગ્લોસી એલોય વ્હીલ્સ, ક્રોમ ગાર્નિશ અને બોનેટ પર “Leader” નું સિગ્નેચર પણ છે. આ SUV ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે: Attitude Black, Super White, Pearl White અને Silver, જે તેને વધુ પ્રીમિયમ બનાવે છે.ઇન્ટિરિયર અને ફીચર્સ
Fortuner Leader Edition ના કેબિનમાં પણ સંપૂર્ણપણે નવી અને અપગ્રેડેડ ફીલ આપવામાં આવી છે. બ્લેક અને મરૂન ડ્યુઅલ-ટોન સીટો સાથે પ્રીમિયમ ક્વાલિટીવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. SUV માં હવે ઓટો ફોલ્ડિંગ મિરર્સ, ઇલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવા અદ્યતન ફીચર્સ આપવામાં આવ્યા છે. તે કંપનીના સુધારેલા 2.8 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 201bhp અને 500Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને સાથે ઓફર કરવામાં આવે છે. SUV હાલમાં રીઅર વ્હીલ ડ્રાઇવ (4x2) વેરિઅન્ટમાં આવે છે, જે શાનદાર કંટ્રોલ અને સ્મૂધ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આપે છે. ટોયોટા દાવો કરે છે કે, એન્જિનને ફ્યુલ એફીશીયન્સી અને લાંબા સમય સુધી ડ્રાઇવિંગમાં આરામ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે.બુકિંગ ક્યારે શરૂ થશે?
2025 Toyota Fortuner Leader Edition માટે રિઝર્વેશન ઓક્ટોબર 2025 ના બીજા અઠવાડિયામાં શરૂ થશે. ગ્રાહકો ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા તેમની નજીકના ટોયોટા ડીલરશીપ પર બુકિંગ કરી શકે છે. કંપની બુકિંગ સાથે ઉત્તમ એક્સચેન્જ ઑફર્સ અને ખાસ ફાઇનાન્સ સ્કીમ્સ પણ ઓફર આપવામાં આવી રહી છે. જે આ પ્રીમિયમ SUV ને આ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે વધુ સારી પસંદગી બનાવે છે.કિંમત
ટોયોટાએ 2025 Toyota Fortuner Leader Edition ની કિંમતો જાહેર કરી નથી. અપેક્ષા છે કે, તે રીઅર-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ્સની નિયમિત કિંમતો કરતાં લગભગ 50,000 રૂપિયા વધુ હશે. અપેક્ષિત ડીઝલ 4x2 મેન્યુઅલ માટે તેની કિંમત 34.28 લાખ રૂપિયા અને ડીઝલ 4x2 ઓટોમેટિક માટે 36.41 લાખ રૂપિયા છે.