Hero Motocorp Festival Offer: ભારતમાં હાલ GST ઘટાડાથી બાઇક ખરીદનારાઓને સીધો ફાયદો થઈ રહ્યો છે. Hero Motocorp ની Splendor+ અને Destini 125 ખરીદવી પહેલા કરતાં વધુ સસ્તી બની છે. GST ને કારણે Splendor+ અને Destini 125 મોડલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયેલ જોવા મળે છે. અને હાલમાં જ Hero Motocorp ની ફેસ્ટિવલ ઓફર પણ રજૂ થઈ છે. તો જાણો Splendor+ અને Destini 125 ની નવી કિંમત, એન્જિન પાવર અને ઑફર્સ વિશેની માહિતી.
Hero Splendor+ ની કિંમત અને વેરિઅન્ટ
Hero Splendor+ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. Drum Brake - OBD 2B ની GST પહેલાંની કિંમત ₹80,662 (એક્સ-શોરૂમ) હતી, પરંતુ GST ના ઘટાડાથી Drum Brake - OBD 2B ની નવી કિંમત ₹74,359 (એક્સ-શોરૂમ) છે. Drum Brake I3S - OBD 2B ની કિંમત ₹75,207 (એક્સ-શોરૂમ) છે. અને I3S - Black and Accent Edition - OBD 2B ની કિંમત ₹75,207 (એક્સ-શોરૂમ) છે. Hero Splendor+ ની કિંમતમાં ₹6,303 નો ઘટાડો થયો છે.
Hero Destini 125 ની કિંમત અને વેરિઅન્ટ
Hero Destini 125 પણ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. VX - OBD 2B ની GST પહેલાંની કિંમત ₹83,693 (એક્સ-શોરૂમ) હતી, પરંતુ GST ના ઘટાડાથી VX - OBD 2B ની નવી કિંમત ₹77,153 (એક્સ-શોરૂમ) છે. ZX - OBD 2B ની કિંમત ₹85,312 (એક્સ-શોરૂમ) છે. અને ZX+ - OBD 2B ની કિંમત ₹86,234 (એક્સ-શોરૂમ) છે. Hero Destini 125 ની કિંમતમાં ₹6,540 નો ઘટાડો થયો છે.
Hero Splendor+ અને Hero Destini 125 ની પાવર
Hero Splendor+ માં 4-સ્પીડ મેન્યુઅલ સાથે એન્જિન 97.2cc છે. માઇલેજ આશરે 61kmpl ની છે, Hero Splendor+ માં 7.91bhp પાવર અને 8.05Nm ટોર્ક જનરેટ કરે છે. Hero Splendor+ માં ફ્યુલ ટેન્ક 9.8 લિટરની છે. Hero Destini 125 માં 124.6cc નું એન્જિન સામેલ છે. માઇલેજ આશરે 59kmpl ની છે, Hero Destini 125 માં 9.12PS પાવર અને 10.4Nm ટોર્ક જનરેટ કરે છે. Hero Destini 125 માં ફ્યુલ ટેન્ક 5.3 લિટરની છે.
Hero Motocorp ની ઑફર્સ
Hero Motocorp દ્વારા ફેસ્ટિવલ ઓફરમાં 10,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી છે. જેનાથી Hero Splendor+ અને Hero Destini 125 ની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
નોંધ: અહી આપેલ કિંમત અમદાવાદની એક્સ-શોરૂમ કિંમત છે. અને ફેસ્ટિવલ ઓફરની વિગતવાર માહિતી Hero ના શોરૂમ માં જઈને રૂબરૂ તપાસ કરવી.