Kia Carens CNG To Be Launched: Kia એ તેની લોકપ્રિય 7 સીટર MPV Carens નું નવું CNG વર્ઝન ભારતમાં લોન્ચ કર્યું છે. આ કાર હવે Government Approved Retrofitted CNG કિટ સાથે ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને વધુ માઇલેજ, ઓછી રનિંગ કોસ્ટ અને ઇકો ફ્રેન્ડલી ડ્રાઇવિંગનો આનંદ આપે છે. Carens પહેલેથી જ પોતાના ડિઝાઇન, આરામ અને સેફટી ફીચર્સ માટે જાણીતી હતી. હવે CNG સાથે તે વધુ સ્માર્ટ અને ઈકોનૉમિક બની ગઈ છે. કારની ડિઝાઇન, ફીચર, કિંમત અને એન્જિનના વિશેની માહિતી જાણો.
Kia Carens ની ડિઝાઇન
Kia Carens ના ઇન્ટિરિયરમાં ડ્યુઅલ-ટોન બ્લેક અને બેજ કેબિન થીમ છે જેમાં dark blue એક્સેન્ટ, બ્રશ કરેલા સિલ્વર એક્સેન્ટ અને બે ડિજિટલ ડિસ્પ્લે છે. જોકે તેમાં કેટલીક સારી ક્વાલિટીવાળી પ્લાસ્ટિક પેનલ્સ અને સારી ક્વાલિટીવાળી black અને dark blue અપહોલ્સ્ટરી છે.
Kia Carens ના ફીચર
Kia Carens CNG વર્ઝનમાં ફીચર્સની ગણી લાંબી લિસ્ટ છે. આ કાર ટેકનોલોજી અને કન્ફર્ટનું સંપૂર્ણ મિશ્રણ છે. Carens માં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ Android Auto અને Apple CarPlay સપોર્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, સ્માર્ટ કી અને પુશ-સ્ટાર્ટ બટન, પાછળના વ્યક્તિઓ માટે રૂફ-ફ્લશ્ડ AC વેન્ટ્સ, પ્રીમિયમ ચામડાની સીટો અને સોફ્ટ-ટચ મટિરિયલ્સ, વિશાળ કેબિન સ્પેસ અને પહોળું લેગરૂમ જેવા દમદાર ફીચર્સ સાથે આવે છે.
Kia Carens ના સેફટી ફીચર
Kia Carens પોતાની ક્લાસમાં સેફટી માટે સૌથી આગળ છે. નવી CNG વેરિઅન્ટમાં પણ કંપનીએ 6 એરબેગ્સ, ESC (Electronic Stability Control), VSM (Vehicle Stability Management), BAS (Brake Assist System), HAC (Hill Assist Control), DBC (Downhill Brake Control), ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ, રિયર પાર્કિંગ સેન્સર્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ISO-FIX ચાઇલ્ડ એન્કર જેવા સેફટી ફીચર્સ Carens ને ભારતમાં સૌથી સેફ 7 સીટર MPV બનાવે છે.
Kia Carens CNG નું એન્જિન અને કિંમત
CNG વેરિઅન્ટમાં Kia એ Pure Installation Retrofit Kit લગાવી છે, જે કંપનીના ડીલરશીપ દ્વારા કાયદેસર રીતે ફિટ કરવામાં આવે છે. આ કિટ હાઇ-ક્વાલિટીવાળી અને સરકાર દ્વારા મંજૂર થયેલ કીટ છે. CNG કિટ પેટ્રોલ મોડલના 1.5 લિટર એન્જિન સાથે કામ કરે છે, જે સ્મૂથ પર્ફોર્મન્સ અને અદ્ભુત માઇલેજ આપે છે. પેટ્રોલની સરખામણીએ 30–40% સુધી ફ્યુઅલ કૉસ્ટ બચત મળી શકે છે. Kia Carens CNG મોડલની શરૂઆતની કિંમત ₹10.00 લાખથી ₹15.00 લાખની વચ્ચે હોઇ શકે છે.
Kia Carens CNG ની લોન્ચ તારીખ
Kia Carens CNG ને ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં લોન્ચ થવાની અપેક્ષા છે.