logo-img
Jeep Compass Track Edition Price Features Engine And Performance Information

Jeep Compass નું લિમિટેડ એડિશન Track Edition કર્યું લોન્ચ : જાણો કિંમત, ફીચર્સ, ટેકનોલોજી, એન્જિન અને પર્ફોમન્સ વિશેની માહિતી

Jeep Compass નું લિમિટેડ એડિશન Track Edition કર્યું લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Oct 09, 2025, 12:31 PM IST

New Jeep Compass Track Edition Launched: ભારતમાં SUV સેગમેન્ટમાં ફરી એકવાર ધમાલ મચાવતા, Jeep India એ તેનું નવું Compass Track Edition લોન્ચ કર્યું છે. આ SUV કંપનીના લોકપ્રિય Compass નું લિમિટેડ એડિશન વર્ઝન છે, જે પ્રીમિયમ ડિઝાઇન, લક્ઝરી ટચ અને દમદાર પર્ફોર્મન્સનું શાનદાર મિશ્રણ આપે છે. Compass Track Edition પહેલા કરતા વધુ બોલ્ડ અને વધુ સ્ટાઇલિશ લાગે છે. કંપનીએ તેને તેના સિગ્નેચર હૂડ ડેકલ્સ, પિયાનો બ્લેક ગ્રિલ અને એક્સક્લુઝિવ Track Edition બેજિંગ આપ્યું છે, જે તેને રસ્તા પર અલગ બનાવે છે. તેમાં 18 ઇંચના ડાયમંડ-કટ ટેક ગ્રે એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે જે તેને સ્પોર્ટી લુક આપે છે.

લક્ઝરી અને ટેકનોલોજી

જીપે આ કારના ઇન્ટિરિયરને ખરેખર લક્ઝરી ફીલ આપવા માટે ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. ટુપેલો લેધરેટ સીટ્સ, સ્મોક ક્રોમ ફિનિશ અને સ્પ્રુસ બેજ સ્ટીચિંગ તેને પ્રીમિયમ લુક આપે છે. સ્ટીયરિંગ વ્હીલ પર લેધર રેપ અને પિયાનો બ્લેક ફિનિશ ઇન્ટિરિયર ડિઝાઇનને વધુ સુંદર બનાવે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ, તેમાં 10.1 ઇંચની યુકનેક્ટ 5 ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. વધુમાં, 10.25 ઇંચનું ડિજિટલ TFT ક્લસ્ટર, આલ્પાઇન સાઉન્ડ સિસ્ટમ, ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ અને મેમરી ફંક્શન સાથે 8-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ વેન્ટિલેટેડ સીટ્સ તેને તેના સેગમેન્ટમાં સૌથી એડવાસ બનાવે છે.

એન્જિન અને પર્ફોમન્સ

નવી Compass Track Edition 2.0 લિટર Multijet II Turbo Diesel એન્જિન દ્વારા સંચાલિત છે જે 170bhp અને 350Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ગ્રાહકો 6-સ્પીડ મેન્યુઅલ અથવા 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વચ્ચે પસંદગી કરી શકે છે. નોંધનીય છે કે, જીપે આ સેગમેન્ટમાં પહેલીવાર 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન રજૂ કર્યું છે. આ SUV 2WD અને 4WD બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે શહેરમાં અથવા ઑફ-રોડમાં વાહન ચલાવવાનું સરળ બનાવે છે.

સેફટીમાં વધારો

Jeep Compass Track Edition સેફટીની દ્રષ્ટિએ પણ ખૂબ જ મજબૂત છે. તેમાં 50 થી વધુ સ્ટૅન્ડર્ડ અને એડવાસ સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં EBD સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ઓલ-સ્પીડ ટ્રેક્શન કંટ્રોલ અને અદ્યતન બ્રેક આસિસ્ટનો સમાવેશ થાય છે. આ ફીચર્સ આ SUV ને માત્ર લક્ઝરી અને સ્ટાઇલમાં જ નહીં, પણ સેફટીમાં પણ વધુ સારી બનાવે છે.

કિંમત

ભારતમાં તમામ જીપ ડીલરશીપ પર Jeep Compass Track Edition લોન્ચ કરવામાં આવ્યું છે, અને બુકિંગ શરૂ થઈ ગયું છે. કિંમત ₹26.78 લાખ (Compass Track MT), ₹28.64 લાખ (Compass Track AT), અને ₹30.58 લાખ(Compass Track AT 4x4), એક્સ-શોરૂમ રાખવામાં આવી છે. કંપની ₹8,200 ની કિંમતનું AXS પેક પણ ઓફર કરી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now