Rohit Sharma Big Record In IND vs AUS First ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રવિવાર, 19 ઓક્ટોબરના રોજ પર્થમાં પ્રથમ વનડે રમાઈ રહી છે. આ મેચમાં ભારતે 10 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ માત્ર 8 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મિશેલ સ્ટાર્કના બોલ પર વિરાટ કોહલી પણ 0 રને આઉટ થઈ ગયો. કેપ્ટન શુભમન ગિલની વિકેટ 10 રન પર પડતા પહેલા ભારતનો ટોપ ઓર્ડર ODI માં ફ્લોપ સાબિત થયો હતો. રોહિત શર્માએ આજે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે.
રોહિત શર્માએ 'મહાન રેકોર્ડ' બનાવ્યો
ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ આજે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યા છે. રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં 67 ટેસ્ટ, 274 વનડે અને 159 T20I મેચ રમી છે. તે ભારત માટે 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાંચમો ખેલાડી બન્યો છે. તેની પહેલા ફક્ત ચાર દિગ્ગજ ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી છે.
Sachin Tendulkar
ભારતના મહાન ક્રિકેટર, સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના લગભગ 13 વર્ષ પછી પણ, સચિન હજુ પણ ભારત માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે.
Virat Kohliભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 551 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 123 ટેસ્ટ, 303 વનડે અને 125 T20I મેચનો સમાવેશ થાય છે.
MS Dhoni
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે ભારત માટે 500 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીએ પોતાની કારકિર્દીમાં ભારત માટે 538 મેચ રમી છે. ટીમ માટે સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં એમએસ ધોની ત્રીજા ક્રમે આવે છે.
Rahul Dravid
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. રાહુલ દ્રવિડે પોતાના ક્રિકેટ કરિયરમાં 538 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં 164 ટેસ્ટ, 344 વનડે અને 1 T20I મેચનો સમાવેશ થાય છે.
Rohit Sharma
રોહિત શર્મા 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ ટેસ્ટમાં 67 મેચોમાં 40.57 ની સરેરાશથી 4,301 રન બનાવ્યા છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીયમાં, રોહિતના 159 મેચોમાં 4,231 રન છે. રોહિત શર્માએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ પણ વનડેમાં રમી રહ્યો છે. રોહિતે 274 વનડેમાં લગભગ 49 ની સરેરાશથી 11,176 રન બનાવ્યા છે.





















