logo-img
Hyundai Creta Hybrid Launch 2027

VENUE પછી હવે CRETAના નવા અવતારનો વારો : Hybrid મોડેલ લોન્ચ થાય તેવી શક્યતા

VENUE પછી હવે CRETAના નવા અવતારનો વારો
Published by: Offbeat Team
| Last Updated: Nov 08, 2025, 08:02 AM IST

ભારતીય બજારમાં લોકપ્રિય SUVsમાં ગણાતી Hyundai Creta હવે નવા Hybrid પાવરટ્રેન સાથે લૉન્ચ થાય તેવી શક્યતાઓ છે. ઑટોમોબાઇલ ક્ષેત્રની માહિતી મુજબ, કંપની 2027માં આ મોડલનું હાઇબ્રિડ વર્ઝન લોન્ચ કરશે. હાલની ક્રેટા તેની સિરીઝમાં સૌથી વધુ વેચાતી મિડ-સાઇઝ SUV તરીકે જાણીતી છે, જેના કારણે તેના હાઇબ્રિડ અવતાર માટે ગ્રાહકોમાં ઉત્સુકતા વધતી જોવા મળે છે.

Hyundai Creta Hybrid માર્કેટમાં Toyota Urban Cruiser Hyryder અને Maruti Grand Vitara જેવી લોકપ્રિય હાઇબ્રિડ SUVs સાથે ટક્કર લેશે.


2030 સુધી આવશે 8 હાઇબ્રિડ કાર, ક્રેટા Hybrid પહેલું મોડલ બનશે

Hyundai એ તાજેતરમાં યોજાયેલી ઈન્વેસ્ટર મીટ દરમિયાન જાહેરાત કરી હતી કે કંપની 2030 સુધી કુલ 8 નવી હાઇબ્રિડ કાર્સ લૉન્ચ કરવાની યોજના ધરાવે છે. તેમાં સૌથી પ્રથમ Creta Hybrid માર્કેટમાં આવશે. આ SUVમાં હાઇબ્રિડ પાવરટ્રેન સિસ્ટમનો વિકલ્પ આપવામાં આવશે, જે ફ્યૂલ બચત સાથે વધુ સ્મૂથ અને કાર્યક્ષમ ડ્રાઇવિંગ અનુભવ આપશે.


Hyundai Creta Hybridની સંભાવિત કિંમત

ઓટો ઈન્ડસ્ટ્રીના સૂત્રોના મુજબ, Hyundai Creta Hybridની શરૂઆતની કિંમત આશરે ₹20 લાખ આસપાસ રહેવાની શક્યતા છે. આ કિંમત હાલની ક્રેટાના ટોપના વેરિઅન્ટની નજીક હશે. આથી, હાઇબ્રિડ ટેક્નોલોજી, વધુ માઇલેજ અને પ્રીમિયમ ફીચર્સ ઇચ્છતા ગ્રાહકો માટે આ SUV આકર્ષક વિકલ્પ બની શકે છે.


ડિઝાઇન વધુ આધુનિક અને પ્રીમિયમ

નવી Creta Hybridનો લૂક અને ડિઝાઇન પહેલાથી વધુ આધુનિક અને પ્રીમિયમ દેખાવ ધરાવશે. તેમાં મોટું પેરામેટ્રિક પેટર્ન ગ્રિલ, કનેક્ટેડ LED DRLs, થીન LED હેડલેમ્પ્સ, વર્ટિકલ ફોગ લેમ્પ્સ, 18-ઇંચ એલોય વ્હીલ્સ, ફ્લશ ડોર હેન્ડલ્સ, કર્વ્ડ રૂફલાઇન અને કનેક્ટેડ LED ટેલલાઇટ્સ જેવા ફીચર્સ જોવા મળશે.


ફીચર્સ અને સેફ્ટી

Creta Hybridમાં આધુનિક ટેકનોલોજી અને આરામ બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે. તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, Apple CarPlay અને Android Auto સપોર્ટ, Bose સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પેનોરામિક સનરૂફ, 4-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને રિયર સનશેડ્સ જેવા ફીચર્સ મળશે.

સુરક્ષાની દૃષ્ટિએ, SUVમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવશે. સાથે જ Level-2 ADAS, 360-ડિગ્રી કેમેરા, TPMS અને ESC જેવી અદ્યતન સલામતી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now