Hyundai Creta Sales Increase: હ્યુન્ડાઇની ફ્લેગશિપ SUV, ક્રેટાએ સપ્ટેમ્બર 2025 માં 18,861 યુનિટ વેચ્યા, જે સપ્ટેમ્બર 2024 ની સરખામણીમાં 2,959 યુનિટનો વધારો દર્શાવે છે. સપ્ટેમ્બર 2025 હ્યુન્ડાઇ ઇન્ડિયા માટે રેકોર્ડબ્રેક મહિનો હતો. ક્રેટાએ કંપનીને વેગ આપ્યો, નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, અને GST ઘટાડાથી ગ્રાહકો માટે ખરીદી સરળ બની. આગામી તહેવારોની સીઝનમાં ક્રેટા જેવી SUVs નું વેચાણ વધુ થશે.હ્યુન્ડાઇ ક્રેટાની કિંમત, ફીચર અને માઇલેજ
ક્રેટા હવે ફક્ત ₹10,72,593 ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે, જે તેને ગ્રાહકો માટે વધુ આકર્ષક બનાવે છે. હ્યુન્ડાઇ ક્રેટામાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, 10.25 ઇંચ ડિજિટલ ડ્રાઇવર્સ ડિસ્પ્લે, બોસ 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક AC, વાયરલેસ ચાર્જિંગ અને કીલેસ એન્ટ્રી જેવા અદ્યતન ફીચર્સ છે. સેફટીની દ્રષ્ટિએ, ક્રેટા છ એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને લેવલ-2 ADAS સાથે આવે છે. વધુમાં, SUV 21 kmpl સુધીની માઇલેજ આપે છે.ક્રેટા અને વેન્યુનું સારું પ્રદર્શન
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) ના Whole Time Director અને COO તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, "અમે પરિવર્તનશીલ GST 2.0 સુધારાઓ લાગુ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ. આનાથી લાખો ગ્રાહકોની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે. ક્રેટા અને વેન્યુએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, અને નિકાસ લગભગ ત્રણ વર્ષમાં તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે."