New Price Of Maruti Baleno During Festivals: જ્યારે પણ દેશની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેકની ચર્ચા થાય છે, ત્યારે Maruti Baleno તેમાંથી એક છે. જો તમે મારુતિ બલેનો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા માટે છે. GST ઘટાડા પછી, Maruti Baleno ખરીદવી પહેલા કરતાં વધુ સસ્તી થઈ છે. Maruti Baleno પરનો GST દર 28% પ્લસ સેસને ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ કાર તમારા માટે વેરિઅન્ટ મુજબ કેટલી સસ્તી ઉપલબ્ધ છે. અને નવી કિંમત, ફીચર્સ અને માઇલેજ જાણો.
Maruti Baleno ના વેરિઅન્ટની કિંમતMaruti Baleno ના સિગ્મા વેરિઅન્ટની કિંમત હવે ₹5.99 લાખ છે, જ્યારે Delta વેરિઅન્ટની કિંમત ₹6.79 લાખ છે. વધુમાં, Delta CNG વેરિઅન્ટની કિંમત હવે ₹7.69 લાખ છે, જ્યારે Zeta CNG વેરિઅન્ટની કિંમત ₹8.59 લાખ છે.
Maruti Baleno ની સેફટી ફીચર્સMaruti Baleno માં ઊંચાઈ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને છ એરબેગ્સ સાથે આવે છે. એ નોંધનીય છે કે, આમાંની મોટાભાગના ફીચર્સ ફક્ત ટોપ-સ્પેક મોડલોમાં જ ઉપલબ્ધ છે. એન્જિન વિકલ્પોમાં 1.2-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે જે 89bhp અને 113Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. CNG મોડમાં, એન્જિન 76bhp પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે.
Maruti Baleno ની માઇલેજMaruti Baleno ની માઇલેજમાં પેટ્રોલ (મેન્યુઅલ) વેરિઅન્ટ 21.01 થી 22.35 કિમી/લિટર, ઓટોમેટિકમાં 22.94 કિમી/લીટર, અને CNG વેરિઅન્ટ 30.61 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે. તેમાં 37-લિટર પેટ્રોલ અને 55-લિટર CNG ફ્યુલ ટેન્ક છે. તેને ભરીને, 1200 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે.