New Price Of Maruti Alto K10 In Festival: જો તમે આ દિવાળી પર સસ્તી અને સારી કિંમતની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Maruti Alto K10 એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કંપનીએ આ તહેવારોની સિઝનમાં દેશની સૌથી લોકપ્રિય એન્ટ્રી-લેવલ કાર પર શાનદાર ઑફર્સ રજૂ કરી છે. જાણો તેની કિંમત, ફીચર, ડિઝાઇન, અને એન્જિન વિશેની માહિતી.સ્ટાઇલિશ ડિઝાઇન અને કોમ્પેક્ટનેસ
નવી મારુતિ અલ્ટો K10 ની ડિઝાઇન પહેલા કરતા વધુ એટ્રેક્ટિવ અને મોર્ડન છે. આકર્ષક LED હેડલેમ્પ્સ, નવી ગ્રિલ અને બોડી-કલર બમ્પર્સ તેને આગળના ભાગમાં એક ફ્રેશ અને બોલ્ડ લુક આપે છે. સાઇડ પ્રોફાઇલમાં 13 ઇંચના એલોય વ્હીલ્સ અને પાછળનું સ્પોઇલર છે, જે તેને સ્પોર્ટી બનાવે છે. આ કારની લંબાઈ 3530mm, પહોળાઈ 1485mm અને ઊંચાઈ 1520mm છે.ઇન્ટિરિયર અને પ્રીમિયમ ફીલ
Alto K10 નું કેબિન ડ્યુઅલ-ટોન બ્લેક અને બેજ કલર સ્કીમમાં આવે છે, જે તેને મોર્ડન અને પ્રીમિયમ ફીલ આપે છે. કારમાં પાંચ લોકો બેસી શકે છે અને 214 લિટર બૂટ સ્પેસ આપે છે. કેબિનમાં ફ્રન્ટ પાવર વિન્ડોઝ, મેન્યુઅલ એસી અને સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ જેવા મૂળભૂત ફીચર્સ છે. હાઇ-વેરિઅન્ટમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો બંનેને સપોર્ટ કરે છે.એન્જિન અને માઇલેજ
મારુતિ અલ્ટો K10 માં 1.0 લિટર K10C 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 67bhp અને 89Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેનું CNG વેરિઅન્ટ 57bhp અને 82Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT (ઓટો ગિયર શિફ્ટ) ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. પેટ્રોલ વેરિઅન્ટ માટે માઇલેજ આશરે 25 કિમી/લીટર છે, જ્યારે CNG વેરિઅન્ટ 33.85 કિમી/કિલોગ્રામ (ARAI પ્રમાણિત) આપે છે.કિંમત અને ઉપલબ્ધ ઓફર
Alto K10 ના વેચાણને વધારવા માટે, મારુતિ સુઝુકીએ કુલ ₹52,500 સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આમાં ₹25,000 નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹27,500 સુધીનું એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ લાભોનો પણ સમાવેશ થાય છે. રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ લાભની કિંમત જે-તે શહેર મુજબ અલગ-અલગ હોઇ શકે છે. GST 2.0 લાગુ થયા પછી કારની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત હવે માત્ર ₹369,900 છે, જે તેને દેશની સૌથી સસ્તી 5-સીટર કારમાંની એક બનાવે છે.સેફટી ફીચર્સ
મારુતિ અલ્ટો K10 ને સેફટીની દ્રષ્ટિએ પણ શાનદાર છે. તે HEARTECT પ્લેટફોર્મ પર બનેલ છે, જે કારની તાકાત અને ક્રેશ પ્રોટેક્શન ક્ષમતામાં વધારો કરે છે. તેમાં છ એરબેગ્સ, EBD સાથે ABS, ESP (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ), હિલ હોલ્ડ આસિસ્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. રીઅર ડોર ચાઇલ્ડ લોક અને હાઇ-માઉન્ટ સ્ટોપ લેમ્પ પણ ઉપલબ્ધ છે.