ઓણમના તહેવાર નિમિત્તે ટાટા મોટર્સે તેના ગ્રાહકો માટે ખાસ ઑફર્સ રજૂ કરી છે. જોકે, આ ઓફર ફક્ત એવા ગ્રાહકો માટે છે જેઓ પહેલાથી જ Tata EV ચલાવી રહ્યા છે અને હવે Harrier EV માં અપગ્રેડ કરવા માંગે છે. કંપનીએ નવી લોન્ચ થયેલી Tata Harrier.EV પર 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Nexon.ev
Nexon.ev ગ્રાહકોને રૂ. 1.3 લાખ સુધીના લાભ મળશે. આમાં રૂ. 50,000 નો Consumer plan, રૂ. 50,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 30,000ની વધારાની વોરંટીનો સમાવેશ થાય છે.
Tiago.ev
Tiago.ev પર ખરીદદારોને રૂ. 85,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં રોકડ લાભ, એક્સચેન્જ બોનસ અને વોરંટીનો સમાવેશ થાય છે. શહેરમાં રોજિંદા ઉપયોગ માટે આ કાર ગ્રાહકોની પસંદગી બની રહી છે.
Punch.ev
Punch.ev, જે હાલમાં લોન્ચ કરવામાં આવી હતી, તે ₹10,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ એન્ટ્રી-લેવલ EV પહેલેથી જ ઓછી કિંમતે આવે છે અને હવે ઓણમ ઓફર તેને વધુ ખાસ બનાવે છે.
પેટ્રોલ અને ડીઝલ મોડેલ પર પણ ડિસ્કાઉન્ટ
ઓણમની ઓફર ફક્ત ઇલેક્ટ્રિક વાહનો સુધી મર્યાદિત નથી. ટાટાએ તેના ઘણા ICE (Internal Combustion Engine) મોડલ પર પણ ઑફર્સ આપી છે.
Harrier Diesel પર 1.4 લાખ રૂપિયા સુધીનો ફાયદો
Safari Diesel પર 1.25 લાખ રૂપિયા સુધીનો ફાયદો
Altroz (Petrol/Diesel) પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
Tigor (Petrol) પર 45,000 રૂપિયા સુધીની ઑફર્સ
Tiago (Petrol) પર રૂ. 35,000 સુધીનો ફાયદો
તમને જણાવી દઈએ કે, આ તમામ ઑફર્સ પસંદગીના વેરિઅન્ટ્સ પર લાગુ થશે અને સ્ટોક ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. આ વખતે ટાટાએ ફક્ત EV ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. કંપનીએ તહેવારોની સિઝન દરમિયાન EV અને ICE બંને કાર પર ડિસ્કાઉન્ટ આપીને તેનું વેચાણ વધારવાની વ્યૂહરચના બનાવી છે.