logo-img
Flying Car To Begin Testing At California Airports And Gets Over 3300 Pre Orders

FLYING CAR : આ કાર હવામાં ઉડી શક્શે, રોડ પર દોડી પણ શક્શે, તૈયાર થતાં જ મળ્યા હજારો ઓર્ડર

FLYING CAR
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 03:11 AM IST

ટૂંક સમયમાં બજારમાં એક એવી કાર આવવાની છે, જે ફક્ત રસ્તા પર જ નહીં પરંતુ હવામાં પણ ઉડી શકશે. અમેરિકન કંપની એલેફ એરોનોટિક્સે તૈયાર કરેલી આ ફ્લાઈંગ કારનું ટેસ્ટિંગ હાલ કેલિફોર્નિયાના એરપોર્ટ પર ચાલી રહ્યું છે. કંપનીએ તેને ‘મોડેલ A’ નામ આપ્યું છે.

આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સામાન્ય કારની જેમ રસ્તા પર દોડી શકે છે તેમજ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (VTOL) કરવાની ક્ષમતા ધરાવે છે. તેની એરફ્રેમ ડિઝાઇન સામાન્ય કાર જેવી દેખાય છે, પરંતુ ઉપર-નીચે જાળીઓમાં મૂકાયેલા 8 પ્રોપેલર્સ તેને હવામાં લિફ્ટ આપે છે. હવામાં જતાં વાહન 90 ડિગ્રી ફરે છે જેથી તેની બાજુઓ પાંખોનું કામ કરે છે.

મુખ્ય ફીચર્સ:

  • ડ્રાઇવિંગ રેન્જ : 320 કિમી (200 માઇલ)

  • ઊર્જા વપરાશ : ટેસ્લા કે અન્ય ઇલેક્ટ્રિક વાહન કરતાં ઓછી

  • બેકઅપ ગ્લાઇડર સિસ્ટમ

  • ઓટોમેટેડ સિસ્ટમ : સંપર્ક તૂટી જાય તો વાહનને ઘરે પરત લાવે

  • કટોકટીમાં તરત પ્રોપેલર બંધ કરવા કિલ સ્વિચ

  • ઓનબોર્ડ પાઇલટ અથવા રિમોટ કંટ્રોલ સાથે ઉડાનની સુવિધા

કંપનીએ દાવો કર્યો છે કે આ કાર ટેસ્લા જેવી ઇલેક્ટ્રિક કાર કરતાં પણ વધુ કાર્યક્ષમ રહેશે.

કિંમત અને પ્રી-ઓર્ડર:
આ ઉડતી કારની કિંમત આશરે ₹2.5 કરોડ ($300,000) નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કંપનીને 3,300 થી વધુ પ્રી-ઓર્ડર મળી ચૂક્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now