logo-img
First Look Of Mahindra Thar 2025 Before Launch

લૉન્ચ પહેલાં Mahindra Thar 2025નો ફર્સ્ટ લૂક : જાણો શું છે કારમાં નવા ફીચર્સ?

લૉન્ચ પહેલાં Mahindra Thar 2025નો ફર્સ્ટ લૂક
Published by: Offbeat Team
| Last Updated: Sep 23, 2025, 07:23 PM IST

ભારતની સૌથી લોકપ્રિય લાઇફસ્ટાઇલ SUV મહિન્દ્રા થારનું અપડેટેડ 3-ડોર વર્ઝન ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવાનું છે. લોન્ચ પહેલા જ આ SUV ડીલરશીપ યાર્ડમાં જોવા મળતાં તેની તસવીરો સામે આવી છે. કંપનીએ આ મોડલમાં અનેક નવા ફીચર્સ ઉમેર્યા છે, જોકે કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સનો હજી પણ અભાવ જોવા મળે છે.

અપડેટેડ થારના એક્સટીરિયરમાં મોટા ફેરફારો જોવા મળતા નથી, પરંતુ હવે તેમાં 5-ડોર એલોય વ્હીલ્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે. SUVમાં CEAT A/T ટાયર્સ યથાવત છે. આગળની ડિઝાઇનમાં પણ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને તેમાં રિફ્લેક્ટર હેડલાઇટ્સ તેમજ ફોગ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. સૌથી નોંધપાત્ર ફેરફાર પાછળના ભાગમાં જોવા મળે છે, જેમાં રીઅર વોશર, વાઇપર અને ડિફોગર ઉમેરવામાં આવ્યા છે. સાથે જ થાર રોક્સ જેવો રિવર્સ કેમેરા પણ આપવામાં આવ્યો છે.

ઇન્ટિરિયરની વાત કરીએ તો નવા વર્ઝનમાં ફ્રેશ સ્ટિયરિંગ વ્હીલ અને 10.2-ઇંચ ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. ઉપરાંત SUVમાં વાયરલેસ ચાર્જિંગ પેડ, ફ્રન્ટ આર્મરેસ્ટ, સુધારેલા ડોર ટ્રિમ્સ, પાવર વિન્ડો સ્વિચ અને સોફ્ટ-ટચ એલિમેન્ટ્સ જેવી સુવિધાઓ ઉમેરાઈ છે.

જો કે, SUVમાં વેન્ટિલેટેડ સીટ્સ, ADAS, ઓટો-ડિમિંગ IRVM, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, કીલેસ ગો, પુશ-બટન સ્ટાર્ટ, સનરૂફ, TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360-ડિગ્રી કેમેરા અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવી હાઈ-એન્ડ સુવિધાઓનો અભાવ છે.

ટેક્નિકલી આ SUV વર્તમાન 4WD વર્ઝન જેવી જ રહેશે. અપેક્ષા છે કે મહિન્દ્રા ટૂંક સમયમાં આ અપડેટેડ થાર 3-ડોરને બજારમાં રજૂ કરશે, જે લાઇફસ્ટાઇલ SUVના શોખીનો માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now