ડિજિટલ પેમેન્ટ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મોટું પગલું ભર્યું છે. 25 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવા નિયમો જારી કર્યા. આ નિયમો હેઠળ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હવે SMS-આધારિત OTP સુધી મર્યાદિત રહેશે નહીં; ગ્રાહકો ફિંગરપ્રિન્ટ, ફેસ રેકગ્નિશન, પાસવર્ડ, પિન અથવા અન્ય બાયોમેટ્રિક વિકલ્પોનો ઉપયોગ કરીને પણ ચુકવણી કરી શકશે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી લાગુ કરવામાં આવશે.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન હવે વધુ મજબૂત બનશે
હાલમાં, મોટાભાગની બેંકો અને પેમેન્ટ એપ્સ ટ્રાન્ઝેકસનની પુષ્ટિ કરવા માટે ફક્ત OTP નો ઉપયોગ કરે છે. જો કે, નવા નિયમો પછી પણ, OTP નો ઉપયોગ ચાલુ રહેશે, પરંતુ તે એકમાત્ર પેમન્ટ વિકલ્પ રહેશે નહીં. RBI ના નવા નિયમો હેઠળ, પ્રમાણીકરણની ત્રણ કેટેગરીઓ માન્ય રહેશે.
યુઝર્સ પાસે રહેલી વસ્તુ - જેમ કે મોબાઇલ ફોન, હાર્ડવેર ટોકન
યુઝર્સની જાણીતી માહિતી - જેમ કે પાસવર્ડ, પિન અથવા પાસફ્રેઝ
યુઝરની ઓળખ - જેમ કે બાયોમેટ્રિક્સ, ફિંગરપ્રિન્ટ્સ અથવા ચહેરો ઓળખ
હવે દર ટ્રાન્ઝેક્શનમાં થશે યુનિક વેરિફિકેશન
નવા નિયમો અંગે, RBI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ચુકવણીમાં ઓછામાં ઓછું એક પ્રમાણીકરણ પરિબળ હોવું આવશ્યક છે જે તે વ્યવહાર માટે અનન્ય અને નવું છે. આનો અર્થ એ છે કે જૂના અથવા પુનરાવર્તિત કોડ હવે સ્વીકારવામાં આવશે નહીં, જે છેતરપિંડીની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ ફેરફારોને પગલે, બેંકો અને ચુકવણી પ્રદાતાઓ હવે વ્યવહાર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જોખમ વિશ્લેષણ કરી શકશે. આમાં વ્યવહાર સ્થાન, યુઝર્સ વર્તન, ઉપકરણ માહિતી અને અગાઉના વ્યવહારોનો સમાવેશ થશે. હાઇ રિસ્ક ચુકવણીઓ માટે ડિજિટલ લોકર જેવા વધારાના ચકાસણી અને સુરક્ષિત પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લંઘન અને વળતર
નવા નિયમો હેઠળ, જો કોઈ ગ્રાહક નાણાકીય સંસ્થા દ્વારા બેદરકારી અથવા પાલન ન કરવાને કારણે ડિજિટલ છેતરપિંડીમાં નાણાં ગુમાવે છે, તો સંબંધિત સંસ્થાને નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવાની જરૂર પડશે. વધુમાં, આ કડક ચકાસણી નિયમો 1 ઓક્ટોબર, 2026 થી કાર્ડ-નોટ-પ્રેઝન્ટ પ્રકારના વિદેશી વ્યવહારો માટે પણ લાગુ કરવામાં આવશે. આ પગલું ખાસ કરીને ભારતની બહાર થતા વ્યવહારો માટે હશે.