હોન્ડા કાર્સ ઇન્ડિયાએ (HCIL) મોટો નિકાસ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે અત્યાર સુધીમાં ભારતમાંથી 2 લાખથી વધુ કારની નિકાસ કરવામાં આવી છે. આ સિદ્ધિ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સંકલિત હોવા સાથે વૈશ્વિક બજારમાં ભારતીય કારોની માગને પણ દર્શાવે છે.
અધિકારીઓનું નિવેદન
હોન્ડા કાર્સ ઇન્ડિયાના માર્કેટિંગ અને સેલ્સ વાઇસ પ્રેસિડેન્ટ, કુણાલ બહલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું:
“200,000 એક્સપોર્ટનો આંકડો પાર કરવો HCIL માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિ અમારા ઉત્પાદનોની વૈશ્વિક માન્યતા અને અમારી ટીમની મહેનતનું પ્રતિબિંબ છે. નિકાસ હંમેશા અમારી વ્યવસાય અને આવક વ્યૂહરચનાનો અભિન્ન ભાગ રહી છે, અને અમે તેને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ.”
નિકાસમાં કયા મોડલનો કેટલો હિસ્સો?
હોન્ડા સિટી અને હોન્ડા એલિવેટ: 78%
બ્રિઓ, અમેઝ, જાઝ, બીઆર-વી, મોબિલિયો, સિટી e:HEV: 22%
કયા દેશોમાં જાય છે મેડ ઇન ઇન્ડિયા હોન્ડા કાર્સ?
જાપાન: 30%
દક્ષિણ આફ્રિકા અને SADC દેશો: 26%
મેક્સિકો: 19%
તુર્કી: 16%
સાર્ક, કેરેબિયન અને અમેરિકન દેશો: 9%