ઈલોન મસ્કની ટેસ્લા કંપનીની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર Cybertruck તાજેતરમાં Insurance Institute for Highway Safety (IIHS) દ્વારા કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં સામેલ થઈ હતી. સપ્ટેમ્બર 2025 સુધી ફક્ત Moderate Overlap Front Crash Testના રિઝલ્ટ્સ જાહેર થયા છે, જેમાં Cybertruckને ઉત્તમ રેટિંગ મળ્યા છે.
ક્રેશ ટેસ્ટનું પરિણામ
IIHS નિષ્ણાતોના જણાવ્યા મુજબ, Cybertruckએ ફ્રન્ટ ક્રેશ ટેસ્ટમાં હાઈએસ્ટ રેટિંગ મેળવ્યું. પાછળના પેસેન્જરની સલામતી પ્રશંસનીય રહી હતી, કારણ કે ખભા અને લેપ બેલ્ટ સાચી સ્થિતિમાં રહ્યા હતા. આગળની ક્રેશ પ્રિવેન્શન સિસ્ટમને પણ એન્ટી પેડેસ્ટ્રિયન ટેસ્ટિંગમાં સારું રેટિંગ આપવામાં આવ્યું છે.
ખામીઓ સામે આવી
પરંતુ, Cybertruckમાં કેટલીક ખામીઓ પણ જોવા મળી. પાછળના પેસેન્જરની છાતીમાં માટે મોડરેટ રિસ્કની નોંધણી થઈ છે. LATCH સિસ્ટમ (બાળકોની સીટ લગાવવા માટે) સરળતા માટે ફક્ત Acceptable રેટિંગ અને સીટબેલ્ટ રીમાઇન્ડર્સ માટે Marginal રેટિંગ મળ્યું.
સૌથી મોટો ખામી મુદ્દો હેડલાઇટ્સનો રહ્યો. IIHS એ Cybertruckની LED પ્રોજેક્ટર હેડલાઇટ્સને Poor ગણાવી છે, કારણ કે તે વધુ લાઈટ ઉત્પન્ન કરે છે અને કેટલીક પરિસ્થિતિમાં વિઝિબિલિટી ઓછી કરે છે.
કિંમતમાં વધારો
Cybertruckની કિંમતમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2025માં તેની કિંમતમાં $15,000 (આશરે ₹13.17 લાખ) નો વધારો થયો હતો. સાથે જ કંપનીએ રીઅર-વ્હીલ-ડ્રાઇવ વેરિઅન્ટ રદ કરી દીધો હતો. હાલ તેની પ્રારંભિક કિંમત $79,990 (આશરે ₹70.23 લાખ) છે.
બેટરી અને રેન્જ
Cybertruckનું AWD વેરિઅન્ટ એક ફુલ ચાર્જ પર 325 માઇલ (523 કિમી)ની રેન્જ આપે છે. તે 11,000 પાઉન્ડ (4,990 કિલોગ્રામ) સુધી ટો કરી શકે છે અને ફક્ત 4.1 સેકન્ડ માં 0-60 mph (97 kph) ઝડપ પકડી શકે છે.
કંપની દ્વારા આપવામાં આવતા Lux Packageમાં સુપરવિઝ્ડ ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ, 4 વર્ષની પ્રીમિયમ સર્વિસ અને 70,000 થી વધુ સુપરચાર્જર્સ પર ફ્રી સુપરચાર્જિંગ જેવી સુવિધાઓ સામેલ છે.