ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ફ્રેન્ચ કારમેકર Citroenએ નવી SUV લૉન્ચ કરી છે. C3 અને Basalt પછી, કંપનીએ હવે તેની લોકપ્રિય Aircross SUVને અપડેટ કરીને "Aircross X" નામે લોન્ચ કરી છે. ચાલો જાણીએ શું છે આ નવા મોડેલની ખાસિયતો.
રિપોર્ટર વોઇસ-ઓવર:
Citroen India એ તેના SUV સેગમેન્ટને મજબૂત બનાવવા માટે Aircrossને નવો લુક અને અદ્યતન ફીચર્સ સાથે રીલૉન્ચ કરી છે. કંપનીએ તેના નામમાં ‘X’ ઉમેરીને નવી Citroen Aircross X લૉન્ચ કરી છે.
નવી Aircross Xની શરૂઆતની કિંમત ₹9.77 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જ્યારે સ્ટાન્ડર્ડ મોડલ ₹8.29 લાખથી શરૂ થાય છે. અગાઉ, કંપનીએ આ SUV માટે ₹11,000 ની ટોકન રકમથી પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું.
એન્જિન અને પ્રદર્શન:
નવી Citroen Aircross X તેના એન્જિન વિકલ્પોમાં પહેલાની જેમ જ 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.
આ એન્જિન 81 bhp સુધીનો પાવર જનરેટ કરે છે અને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.
બીજો વિકલ્પ 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો છે, જે 108 bhp સુધીનો પાવર ઉત્પન્ન કરે છે અને 6-સ્પીડ મેન્યુઅલ તેમજ ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
સેફ્ટી:
Citroen Aircross X એ સેફ્ટીના માપદંડોમાં પણ નવી સિદ્ધિ હાંસલ કરી છે.
આ SUV એ 5-સ્ટાર ક્રેશ ટેસ્ટ રેટિંગ મેળવ્યું છે.
તેમાં 6 એરબેગ્સ, ESC, હિલ હોલ્ડ આસિસ્ટ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને તમામ સીટો માટે 3-પોઈન્ટ સીટ બેલ્ટ્સ જેવી અદ્યતન સલામતી સુવિધાઓ આપવામાં આવી છે.
આ SUVનું બોડી સ્ટ્રક્ચર હાઈ-પાવર્ડ સ્ટીલ અને અદ્યતન સ્ટ્રેન્થ મટિરિયલથી તૈયાર કરવામાં આવ્યું છે.
ઇન્ટિરિયર અને ફીચર્સ:
ઇન્ટિરિયરમાં Citroenએ અનેક અપગ્રેડ્સ આપ્યા છે.
નવું લેધર કોટેડ ડેશબોર્ડ, ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર, LED ફોગ લેમ્પ્સ અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ સાથે તેની કેબિન વધુ પ્રીમિયમ લાગે છે.
સાથે જ, Citroenનું નવું CARA AI આસિસ્ટન્ટ સિસ્ટમ પણ ઉમેરાયું છે, જે 52 ભાષાઓને સપોર્ટ કરે છે.
આ AI આસિસ્ટન્ટ ડ્રાઇવરને રૂટ નેવિગેશન, ઇંધણ પંપ અને અન્ય માહિતી તરત જ પ્રદાન કરે છે.
કોમ્પિટિશન
નવી Citroen Aircross X SUV સીધી રીતે મારુતિ ગ્રાન્ડ વિટારા, હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને હોન્ડા એલિવેટ જેવી લોકપ્રિય SUV સાથે સ્પર્ધા કરશે.
₹9.77 લાખની શરૂઆતની કિંમતે, Citroen Aircross X SUV તેના પ્રીમિયમ ઇન્ટિરિયર, અદ્યતન AI ફીચર્સ અને મજબૂત સલામતી પેકેજ સાથે માર્કેટમાં એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.