ભારતીય ઓટોમોબાઈલ બજારમાં TATA MOTORSએ કેટલાક વર્ષો માટે મોટો રોડમેપ તૈયાર કર્યો છે. કંપની લગભગ 30 નવા પેસેન્જર વેહિકલ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેમાં હાલના મોડેલોના જનરેશન અપડેટ્સ સાથે નવા બ્રાન્ડ-ન્યૂ મોડલ્સનો પણ સમાવેશ થશે. ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર લાઇનઅપને મજબૂત બનાવવા કંપની વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
TATAની બે સૌથી વધુ વેચાતી SUV — NEXON અને PUNCHના નવા વર્ઝન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. અહેવાલો મુજબ, NEXONની ત્રીજી જનરેશન (કોડનેમ ‘ગરુડા’) ટૂંક સમયમાં લૉન્ચ થશે. તે અપગ્રેડેડ X1 પ્લેટફોર્મ પર આધારિત હશે, જે રાઈડ અને હેન્ડલિંગ વધુ સુધારશે. નવા NEXONમાં લેવલ-2 ADAS, અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી અદ્યતન સુવિધાઓ મળશે. બીજી તરફ, PUNCH ફેસલિફ્ટનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે અને તે વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. તેમાં EV મોડલમાંથી ઘણી સુવિધાઓ શામેલ કરવામાં આવશે જેથી પેટ્રોલ વર્ઝન પણ વધુ આધુનિક બની રહે.
આ ઉપરાંત, TATA એક નવી કોમ્પેક્ટ SUV Scarlet લાવવાની તૈયારીમાં છે, જેનું ડિઝાઇન મોટા ભાગે નવી TATA સિએરાથી પ્રેરિત હશે. બોક્સી લુક અને વિશાળ કેબિન ધરાવતી આ SUVને સીધા કિયા સાયરોસ અને અન્ય કોમ્પેક્ટ SUV સાથે સ્પર્ધા કરવા માટે રજૂ કરવામાં આવશે.
કંપનીનો ફોકસ ઇલેક્ટ્રિક વાહનો પર પણ છે. ટાટા 2026માં પંચ EVનું અપડેટેડ વર્ઝન લાવશે. સાથે જ, આગામી વર્ષોમાં તેના EV પોર્ટફોલિયોમાં વધુ નવા મોડલ્સ ઉમેરશે જેથી ભારતીય ગ્રાહકોને વધુ સસ્તા અને ટેકનોલોજીથી ભરપૂર વિકલ્પો મળી રહે.
