GST on Fortuner: જો તમે લાંબા સમયથી Toyota Fortuner ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. સરકારે હાલમાં જ GST ના નવા સ્લેબની જાહેરાત કરી છે. આ અંતર્ગત, 1200cc થી ઉપરના પેટ્રોલ વાહનો અને 1500cc થી ઉપરના ડીઝલ વાહનો પર હવે 40% GST વસૂલવામાં આવશે. અગાઉ, GST ની સાથે, આ કાર પર 22% સેસ પણ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે આ સેસ દૂર કરવામાં આવ્યો છે. આ ફેરફાર પછી, ફોર્ચ્યુનર જેવી મોટી SUV ની કિંમતો ઓછી થશે અને ગ્રાહકો તેમને વધુ બજેટ-ફ્રેંડલી કિંમતો પર ખરીદી શકશે.
Fortuner પર તમે કેટલી બચત કરશો?
Toyota Fortuner ભારતમાં સૌથી વધુ વેચાતી પ્રીમિયમ ફુલ-સાઇઝ SUV છે. તેના 4X2 AT (પેટ્રોલ) વેરિઅન્ટની અમદાબાદમાં એક્સ-શોરૂમ કિંમત રૂ. 36.05 લાખ છે, જ્યારે ઓન-રોડ કિંમત રૂ. 40.25 લાખ સુધી જાય છે. આ વાહન પર કુલ ટેક્સ અને ચાર્જ હાલમાં કારની કિંમતના લગભગ 74% સુધી પહોંચે છે. નવા GST દર લાગુ થયા પછી, કુલ ટેક્સ ઘટીને માત્ર 40% થઈ જશે. આનો સીધો અર્થ એ છે કે, Fortuner ખરીદદારો લગભગ રૂ. 2 લાખ બચાવી શકે છે.
Fortuner ની ડિઝાઇન અને ફીચર્સ
Fortuner ની ડિઝાઇન તેને વધુ સ્ટાઇલિશ અને પાવરફૂલ બનાવે છે. તે 7-સીટર SUV છે જે સાત વેરિઅન્ટ અને બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. ઇન્ટીરીયર ભાગમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે Android Auto અને Apple CarPlay ને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, તેમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, કિક-ટુ-ઓપન પાવર્ડ ટેલગેટ અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા ફીચર્સ પણ છે. સેફટીની દ્રષ્ટિએ પણ આ SUV ખૂબ જ વિશ્વસનીય માનવામાં આવે છે. દમદાર એન્જિન, એડવાન્સ્ડ ડ્રાઇવિંગ ફીચર્સ અને વધુ સારા કલર ઓપ્શનના કારણે તેને આ સેગમેન્ટમાં ખાસ બનાવે છે.
ભારતમાં Fortuner ની સફર
Toyota Fortuner ભારતમાં સૌપ્રથમ 2009 માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી, આ SUV ગ્રાહકોમાં સતત લોકપ્રિય રહી છે. કંપનીએ સમયાંતરે તેમાં અપડેટ્સ પણ આપ્યા છે, અને હાલમાં Fortuner GR Sport વેરિઅન્ટને પણ રજૂ કર્યું છે. આજે, આ SUV ફક્ત તેના પાવરફૂલ પર્ફોર્મન્સ માટે જ નહીં પરંતુ તેના દમદાર ફીચર્સ અને બ્રાન્ડ વેલ્યૂ માટે પણ જાણીતી છે.