logo-img
Bumper Discounts On Tata Punch And Maruti S Presso

Tata Punch અને Maruti S-Presso પર બમ્પર ડિસ્કાઉન્ટ! : જાણો બંને કારની નવી કિંમત, માઇલેજ અને ફીચર વિશે

Tata Punch અને Maruti S-Presso પર બમ્પર ડિસ્કાઉન્ટ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 10, 2025, 07:02 AM IST

જો તમે આજકાલ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Tata Punch અને Maruti S-Presso તમારા માટે સૌથી સારા વિકલ્પો હોઈ શકે છે. કારણ કે, આ બંને કારમાં નવેમ્બર 2025 સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બંને કારની હાલની કિંમત જોઈએ તો, Tata Punch ₹5.50 લાખથી શરૂ થાય છે અને Maruti S-Presso ની કિંમત ₹3.50 લાખથી શરૂઆત થાય છે.

Maruti S-Presso ની ઓફર

દેશની સૌથી સસ્તી કાર, Maruti S-Presso ને આ મહિને ખરીદવા પર ₹52,100 ના વધારાના લાભો પણ મળશે. આ ડીલમાં ₹25,000 નું રોકડ ડિસ્કાઉન્ટ , ₹15,000 નું એક્સચેન્જ બોનસ અથવા ₹25,000 નું સ્ક્રેપેજ બોનસ અને ₹4,200 ના અન્ય લાભોનો સમાવેશ થાય છે.

Tata Punch પર કેટલું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે?

કંપની Tata Punch ના MY2024 (Model Year 2024) સ્ટોક પર ₹25,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે MY2025 મોડલ ખરીદો છો, તો તમને કોમ્બો ઓફર મળશે. આમાં ₹20,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, ₹10,000 સુધીનું એક્સચેન્જ અથવા સ્ક્રેપેજ બોનસ અને ₹10,000 નું લોયલ્ટી બોનસ સામેલ છે. એટલે કે, કુલ ₹40,000 સુધીની બચત થઈ રહી છે, જે ગયા મહિના કરતા 12 હજાર રૂપિયા વધુ છે.

Maruti S-Presso ની માઇલેજ

Maruti S-Presso આઠ વેરિઅન્ટમાં આવે છે , જેમાં બેઝ STD મોડલ અને ટોપ- સ્પેક VXI CNG વેરિઅન્ટનો સમાવેશ થાય છે. તેમાં 1-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે જે 68ps પાવર અને 90nm ટોર્ક ઉત્પન્ન કરે છે . તે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને સાથે ઉપલબ્ધ છે , જ્યારે CNG વર્ઝન ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. Maruti S-Presso પેટ્રોલ વેરિઅન્ટ માટે 24.12 થી 25.30 કિલોમીટર પ્રતિ લિટર અને CNG વેરિઅન્ટ માટે 32.73 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ આપવાનો દાવો કરે છે. Maruti S-Presso માં 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ , કીલેસ એન્ટ્રી , સેમી-ડિજિટલ ક્લસ્ટર , ડ્યુઅલ એરબેગ્સ , રીઅર પાર્કિંગ સેન્સર, હિલ હોલ્ડ આસિસ્ટ અને ABS+EBD જેવા ફીચર્સ સાથે આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now