Festive Offers Available On Maruti, Tata, And Hyundai Cars: Maruti Suzuki India Limited એ આ તહેવારોની સિઝનમાં તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ ભેટની જાહેરાત કરી છે. કંપની ઓક્ટોબર 2025 સુધી તેની પ્રીમિયમ SUV Grand Vitara પર ₹1.80 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓફર Nexa ડીલરશીપ પર ઉપલબ્ધ છે, અને વેરિઅન્ટના આધારે ઓફર બદલાઈ શકે છે. જાણો Maruti Suzuki, Tata Motors, Hyundai ની ડિસ્કાઉન્ટ ઓફર વિશેની માહિતી
Maruti Grand Vitara
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Maruti Grand Vitara Strong Hybrid વેરિઅન્ટ પર ₹1.80 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકો પેટ્રોલ વેરિઅન્ટ પર ₹1.50 લાખ સુધીનો ફાયદો પણ મેળવી શકે છે. પેટ્રોલ મોડલ સાથે ઉપલબ્ધ ₹57,900 ની કિંમતનો Dominion Edition Accessory Pack પણ આ ઓફરમાં સામેલ છે. CNG વેરિઅન્ટ પસંદ કરનારા ગ્રાહકોને ₹40,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર SUV ના બધા વેરિઅન્ટ્સ પર લાગુ થશે: Sigma, Delta, Zeta અને Alpha. Grand Vitara ની એક્સ-શોરૂમ કિંમત ₹10.76 લાખથી શરૂ થાય છે, જે તેને તેના સેગમેન્ટમાં વેલ્યુ-ફોર-મની SUV બનાવે છે.
એન્જિન અને માઇલેજ
Maruti Grand Vitara ને Toyota ની સાથે મળીને ડેવલોપ કરવામાં આવી હતી અને તેમાં 1.5 લિટર K15 પેટ્રોલ એન્જિન મળે છે, જે Urban Cruiser Hyryder ને આપવામાં આવ્યું છે. આ એન્જિન 100bhp અને 135Nm ટોર્ક જનરેટ કરે છે અને 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવે છે. આ SUV ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) નો વિકલ્પ પણ મળી રહે છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી એડવાસ SUV બનાવે છે. હાઇબ્રિડ વેરિઅન્ટ પેટ્રોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટરને જોડે છે, જે એકસ્ટ્રા પાવર આપે છે અને બેટરી પણ ચાર્જ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ SUV 27.97kmpl સુધીની માઇલેજ આપે છે અને ફ્યુલ ટેન્કને ફૂલ કરવાથી 1200 કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં સક્ષમ છે.
Tata Motors ની દિવાળી ઑફર્સ
Maruti ની સાથે, Tata Motors એ પણ તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દિવાળી ઑફર રજૂ કરી છે. કંપની તેના MY24 મોડલો પર ₹1.35 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઑફરમાં એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ લાભ અને ગ્રાહક ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. કંપની Tata Altroz Racer પર ₹1.35 લાખ સુધીનો સૌથી મોટો લાભ આપી રહી છે. કુલ ઑફર Altroz પર ₹1 લાખ, Tiago અને Tigor (પેટ્રોલ અને CNG) પર ₹45,000 સુધી અને Nexon પર ₹45,000 સુધીની છે. વધુમાં, ગ્રાહકો Harrier અને Safari Diesel Models પર ₹75,000 સુધીના લાભ મેળવી શકો છો.
Hyundai ની દિવાળી ઓફર્સ
આ તહેવારોની સિઝનમાં, Hyundai India એ પણ તેના ગ્રાહકોને એક મોટું સરપ્રાઇઝ આપ્યું છે. કંપની તેની કાર પર ₹7 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Grand i10 Nios પર કુલ ₹75,000 સુધીના લાભ સાથે મેળવી શકાય છે, જ્યારે Hyundai Aura પર કુલ ₹58,000 સુધીના લાભ સાથે મેળવી શકાય છે. તેના સિવાય, Hyundai Venue, i20 અને Alcazar ને પણ દિવાળીની નોંધપાત્ર ઓફર્સ મળી રહી છે, જે ડીલરશીપ અને વેરિઅન્ટ પ્રમાણે બદલાય છે.
નોંધ: જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ દિવાળી તમારા માટે યોગ્ય સમય છે. Maruti, Tata, અને Hyundai બધા તેમના ટોપના મોડલો પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. ભલે તમે હાઇ-માઇલેજ SUV શોધી રહ્યા હોવ કે સ્ટાઇલિશ હેચબેક, આ તહેવારોની સિઝનમાં દરેક ગ્રાહક માટે એક પરફેક્ટ ડીલ છે. ફેસ્ટિવલ ઓફર વિશે Maruti, Tata, અને Hyundai ના ડીલરશીપ સ્ટોર્સ પર જઈને વધુ માહિતી મેળવવી.