BMW ગ્રુપ ઈન્ડિયાએ વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર) દરમિયાન કુલ 4,204 કારનું વેચાણ કરીને અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.
આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 21% વૃદ્ધિ દર્શાવે છે.
કંપની અનુસાર, GST દરોમાં ઘટાડો અને તહેવારોની મોસમમાં વધેલી માંગના કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
BMW ગ્રુપ ઈન્ડિયાના પ્રમુખ અને CEO હરદીપ સિંહ બ્રારે જણાવ્યું કે, “ભારતીય બજારમાં અમારા પ્રદર્શનથી અમે અત્યંત ખુશ છીએ. હાલના ટ્રેન્ડ્સને જોતા, આ વર્ષે બે આંકડાના વૃદ્ધિ દર સાથે સમાપ્તિ થવાની પૂરી શક્યતા છે.”
પ્રથમ નવ મહિનામાં 11,978 કારનું વેચાણ
BMW ગ્રુપ ઈન્ડિયાએ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમ્યાન કુલ 11,978 કારોનું વેચાણ કર્યું છે —
જે ગયા વર્ષની તુલનામાં 13% વધારે છે.
આ આંકડો કંપનીના અત્યાર સુધીના શ્રેષ્ઠ નવ-માસિક વેચાણનો રેકોર્ડ પણ છે.
BMW બ્રાન્ડ: 11,510 યુનિટ
Mini બ્રાન્ડ: 468 યુનિટ
BMW Motorrad (બાઈક): 3,976 યુનિટ
તહેવારોની માંગે વધાર્યો વૃદ્ધિ દર
હરદીપ બ્રારએ જણાવ્યું કે, “વર્ષની શરૂઆતમાં અમે લગભગ 11% વૃદ્ધિ પર હતા, પરંતુ સપ્ટેમ્બર પછી આ દર 13% સુધી વધ્યો છે.
તહેવારોની મોસમમાં ગ્રાહકોની માંગ અને બજારની સકારાત્મક સ્થિતિએ વેચાણને મજબૂત બનાવ્યું છે.”
ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં 246% નો જબરદસ્ત વધારો
BMW ગ્રુપ ઈન્ડિયાએ EV (Electric Vehicle) સેગમેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
કંપનીએ અત્યાર સુધીમાં 2,509 ઇલેક્ટ્રિક BMW અને Mini કાર વેચી છે, જે વાર્ષિક ધોરણે 246% વૃદ્ધિ દર્શાવે છે.
EV સેગમેન્ટમાં હવે કુલ વેચાણનો 21% હિસ્સો થયો છે.
સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર BMW iX રહી છે, જ્યારે ફ્લેગશિપ i7 sedan બીજા ક્રમે રહી.
કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં કુલ 5,000થી વધુ ઇલેક્ટ્રિક વાહનોની ડિલિવરી પૂર્ણ કરી છે.