Hero HF Deluxe: ભારત સરકારે GST ના દરમાં સુધારો કર્યો છે, જેના કારણે દિવાળી પહેલા લોકોને મોટી ભેટ મળી છે. લોકો માટે હવે કાર અને બાઇક ખરીદવાનું થોડું સરળ બનશે, કારણ કે GST ઘટાડા પછી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે આવનારા સમયમાં Hero HF Deluxe ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આ બાઇક પહેલાની સરખામણીમાં કેટલી સસ્તી થશે? નવા GST સુધારા હેઠળ, 350cc સુધીના સ્કૂટર અને બાઇક હવે સસ્તા થઈ ગયા છે, જ્યારે 350cc થી વધુની બાઇક મોંઘી થશે. નાની મોટરસાઇકલ પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવશે. આ GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.Hero HF Deluxe ની કિંમતમાં કેટલો ફેરફાર થશે?
Hero HF Deluxe ની એક્સ-શોરૂમ કિંમત 60,514 રૂપિયા છે. જો તેની કિંમત 10% ઘટાડવામાં આવે છે, તો આ બાઇકની કિંમત 54,462 રૂપિયા થઈ જશે. આ રીતે, તમને આ બાઇક પર 6051 રૂપિયાની સુધીની બચત મળશે.
Hero HF Deluxe એન્જિન અને પર્ફોર્મન્સ
Hero HF Deluxe માં 97.2cc એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક સિંગલ-સિલિન્ડર, OHC ટેકનોલોજી એન્જિન ધરાવે છે. ટ્રાન્સમિશન માટે, તેમાં 4-સ્પીડ ગિયરબોક્સ છે. જે એક શાનદાર શિફ્ટિંગ એક્સપિરિયન્સ આપે છે. Hero HF Deluxe માં 9.6 લિટરની ફ્યુલ ટેન્ક આપવામાં આવેલ છે. જે 7.91bhp ની પાવર, 8.05Nm નો મહતમ ટોર્ક જનરેટ કરે છે.