5 Cars That Cost Less Than 5 Lakhs: સરકારે નાની કાર પરનો GST 28% થી ઘટાડીને 18% કર્યો છે, જેનાથી ઘણી લોકપ્રિય હેચબેક અને એન્ટ્રી-લેવલ કાર વધુ સસ્તી બની છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ₹5 લાખ સુધીનું છે, તો આ કાર તમારા માટે શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. જાણો એવી 5 કારની કિંમતો અને માઇલેજ વિશે.
Maruti Alto K10મારુતિ અલ્ટો એવા લોકો માટે યોગ્ય હોઈ શકે છે જેઓ બજેટમાં સારી કાર ખરીદવા ઈચ્છે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત હાલમાં ₹3.70 લાખથી શરૂ થાય છે અને ₹5.45 લાખ સુધી જાય છે. અલ્ટોમાં 998cc પેટ્રોલ એન્જિન છે, જે પ્રતિ લિટર 24.4 કિલોમીટર સુધીની માઇલેજ આપી શકે છે. તમે અલ્ટોને CNG માં પણ ખરીદી શકો છો.
Maruti S-Pressoત્રીજી કાર, Maruti Suzuki S-Presso, દેશની સૌથી સસ્તી કાર છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹3.50 લાખથી ₹5.25 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે. તે 998cc પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે પ્રતિ લિટર 24 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે.
Renault Kwidચોથી કાર Renault Kwid છે, જે SUV-પ્રેરિત ડિઝાઇન ધરાવે છે. જેની શરૂઆતની કિંમત ₹4.30 લાખ થી ₹6 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે. આ કાર 999cc પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 21-22kmpl ની માઇલેજ પ્રદાન કરે છે.
Maruti WagonRMaruti WagonR જગ્યા અને આરામની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે દેશની સૌથી વધુ વેચાતી હેચબેક પણ છે, જેની એક્સ-શોરૂમ કિંમત ₹4.99 લાખથી ₹6.95 લાખ સુધીની છે.
Tata Tiagoબીજી કાર ટાટા ટિયાગો છે, જે તેના સ્ટાઇલિશ દેખાવ અને સેફટી ફીચર્સ માટે જાણીતી છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹4.57 લાખથી ₹7.82 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે. આ કાર 1199cc પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે પ્રતિ લિટર 19-23 કિલોમીટરનું માઇલેજ આપે છે. વધુમાં, તેને 4-સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ મળ્યું છે.