દેશમાં ટુ-વ્હીલર માર્કેટમાં ભારે માંગ વચ્ચે રોયલ એનફિલ્ડે પોતાની લોકપ્રિય ક્રુઝર બાઇકનું નવું વર્ઝન 2025 Meteor 350 લોન્ચ કર્યું છે. કંપનીએ જણાવ્યું કે નવા મોડલમાં એન્જિન પરફોર્મન્સ સાથે અનેક ફીચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. કંપની અનુસાર, 2025 Meteor 350માં 349cc સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.2 bhp પાવર અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5-સ્પીડ ટ્રાન્સમિશન છે.
ફીચર્સની વાત કરીએ તો, તેમાં LED હેડલાઇટ, LED ટર્ન ઇન્ડિકેટર્સ, ટ્રિપર પોડ, ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ, આસિસ્ટ અને સ્લિપ ક્લચ તથા એડજસ્ટેબલ લીવર જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
ROYAL ENFIELDના CEO બી. ગોવિંદરાજે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “Meteor 350 ફક્ત મોટરસાઇકલ નથી, પરંતુ આરામદાયક મુસાફરી અને ખુલ્લા રસ્તા પર યાદગાર અનુભવો માટે જીવનશૈલીનું નિવેદન છે.”
કિંમતની બાબતમાં, કંપનીએ બાઇકને 7 નવા કલરના વિકલ્પો અને 4 વેરિઅન્ટ્સમાં લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹1.95 લાખથી શરૂ થાય છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹2.15 લાખ છે.
ભારતીય બજારમાં નવી મીટીઅર 350 નો મુકાબલો સીધો Honda CB 350 અને Yezdi Roadster 350 જેવી 350cc સેગમેન્ટની મોટરસાઇકલ્સ સાથે થશે.