જો તમે Windows 10 વાપરી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. Microsoftએ જાહેરાત કરી છે કે 14 October, 2025 પછી તે Windows 10 માટે ફ્રી Security Updates આપશે નહીં. આ પછી, Windows 10 ચલાવતા PCને માસિક અપડેટ્સ નહીં મળે, જેના કારણે તેઓ Cyber Attacks માટે વધારે સંવેદનશીલ બની જશે.
Digital Security માટે મોટો ખતરો
વિશ્વભરમાં હજુ પણ 46% Global Users Windows 10 પર આધારિત છે. Consumer Reports જેવી અમેરિકન ગ્રાહક સંસ્થા માને છે કે, ઘણા યુઝર્સ પાસે એવા Devices છે જે Windows 11 પર Upgrade થઈ શકતા નથી. જો સપોર્ટ બંધ થાય, તો આ સિસ્ટમ્સ હેકર્સ અને Cyber Criminals માટે સહેલાઈથી ટાર્ગેટ બની શકે છે.
Microsoftના વિકલ્પો
Microsoftએ Windows 10 યુઝર્સ માટે કેટલીક વિકલ્પ યોજનાઓ જાહેર કરી છે:
Paid Coverage:
Cost: $30 (લગભગ ₹2,650) પ્રતિ વર્ષ
Coverage: October 2026 સુધી Security Updates
Microsoft Rewards:
1,000 Reward Points રિડીમ કરીને વધારાના વર્ષનું Coverage
OneDrive Backup:
મર્યાદિત Data Protection માટે OneDrive Backup સુવિધા
Windows 11 Upgrade:
જે Devices Compatible છે, તેઓ સીધા Windows 11 પર Switch થઈ શકે છે.