Apple એ આ અઠવાડિયે તેની નવી iPhone 17 Series લોન્ચ કરી હતી. સાથે જ કંપનીએ જાહેરાત કરી હતી કે નવું iOS 26 અપડેટ 15 સપ્ટેમ્બરથી બધા યુઝર્સ માટે રોલઆઉટ થવાનું શરૂ થશે. આ સોફ્ટવેરને પહેલી વાર જૂન 2025માં WWDC Event દરમ્યાન રજૂ કરવામાં આવ્યું હતું.
iOS 26 માં શું નવું મળશે?
Liquid Glass Design – ફોનના UI ને વધુ આધુનિક અને પ્રવાહી દેખાવ આપશે.
Apple Wallet Update – ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પાસ મેનેજ કરવું વધુ સરળ બનશે.
CarPlay Redesign – નવા ઇન્ટરફેસ અને વ્યક્તિગત ડેશબોર્ડ સાથે.
Messages App Features – નવા ચેટ ઇફેક્ટ્સ અને AI Reply Suggestions ઉપલબ્ધ થશે.
કયા iPhones માં iOS 26 અપડેટ આવશે?
iPhone 17 Series
iPhone 16e, iPhone 16, iPhone 16 Plus
iPhone 16 Pro, iPhone 16 Pro Max
iPhone 15 Series
iPhone 14 Series
iPhone 13 Series
iPhone 12 Series
iPhone 11 Series
iPhone SE (2nd Gen અને ત્યાર બાદના મોડેલ્સ)
iOS 26 કેવી રીતે ઇન્સ્ટોલ કરવું?
તમારા iPhone માં Settings ખોલો.
General પર ટેપ કરો.
ત્યાંથી Software Update વિકલ્પ પસંદ કરો.
જો iOS 26 અપડેટ દેખાય, તો Download and Install પર ક્લિક કરો.
ફોન Wi-Fi સાથે કનેક્ટ રાખો અને બેટરી પૂરતી ચાર્જમાં હોવી જોઈએ.
ડાઉનલોડ બાદ iPhone આપમેળે Restart થશે અને નવું iOS 26 ઇન્સ્ટોલ થઈ જશે.