Oppo F31 Series: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo ની F31 સીરિઝ આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે. આ સીરિઝમાં Oppo F31 5G, Oppo F31 Pro 5G અને Oppo F31 Pro + 5G સ્માર્ટફોન સામેલ હોઈ શકે છે. લીક્સમાંથી Oppo ની નવી સ્માર્ટફોન સીરિઝ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત થઈ છે. જાણો Oppo F31 સીરિઝની કિંમત, બેટરી અને સ્પેસિફિકેશનની માહિતી.
Oppo F31 સિરીઝની કિંમત
Oppo એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં 15 સપ્ટેમ્બરે ભારતમાં Oppo F31 સિરીઝ લોન્ચ કરવાની માહિતી આપી છે. આ સ્માર્ટફોન મિડ-રેન્જમાં હોઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, આ સિરીઝના બેઝ મોડલની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. આ Oppo F29 કરતા ઓછી કિંમત હશે. 8 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા Oppo F29 વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા હતી. આગામી સ્માર્ટફોન સિરીઝના Oppo F31 Pro 5G અને Oppo F31 Pro + 5G ની કિંમત અનુક્રમે 30,000 રૂપિયા અને 35,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
Oppo F31 સિરીઝના સ્પેસિફિકેશન (અપેક્ષિત)
આ સિરીઝના ત્રણેય સ્માર્ટફોનમાં 50mp નો રીઅર મુખ્ય કેમેરો હોઈ શકે છે. આ સાથે 2mp નો ડેપ્થ કેમેરો જોવા મળી શકે છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 32mp નો કેમેરો હોઈ શકે છે. Oppo F31 5G ના પાછળના ભાગમાં એક સ્ક્વાયરકલ કેમેરા મોડ્યુલ આપી શકાય છે. આ સિરીઝના Oppo F31 5G ના સ્ટાન્ડર્ડ મોડલમાં પ્રોસેસર તરીકે MediaTek Dimensity 7300 અને Oppo F31 Pro + 5G માં Snapdragon 7 Gen 3 હોઈ શકે છે. આ સ્માર્ટફોન સીરિઝના Oppo F31 Pro 5G માં MediaTek Dimensity 7300 મળી શકે છે.
Oppo F31 સિરીઝ બેટરી
Oppo F31 સિરીઝના સ્માર્ટફોનમાં 7000mAh બેટરી આપી શકાય છે. આ સ્માર્ટફોનમાં 80W નું SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ સાથે આવી શકે છે. હાલમાં જ Oppo ના Oppo K13 Turbo અને K13 Turbo Pro ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટફોનમાં બિલ્ટ-ઇન સેન્ટ્રીફ્યુગલ કૂલિંગ ફેન છે.