Apple iPhone 17 Launch Event: સમગ્ર ટેક જગત 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર Apple ના Awe Droping ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ, આ વખતે પણ કંપની નવી iPhone સિરીઝની સાથે અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આ ઇવેન્ટમાં લોન્ચ થનારી iPhone 17 સિરીઝ પર બધાની નજર છે. આ વખતે નવી ડિઝાઇન અને ફીચર્સ સાથે આવતી આ સિરીઝમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનો સમાવેશ થશે. જાણો આ ઇવેન્ટમાં આના સિવાય બીજું શું લોન્ચ થશે.
AirPods Pro 3
Apple લગભગ આ ઇવેન્ટમાં AirPods Pro 3 ને લોન્ચ કરશે. તેમાં Powerbeats Pro 2 જેવું હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર હશે. કદાચ આઆ ઇયરબડ્સની ડિઝાઇનમાં થોડો ફેરફાર શક્ય છે. અને તેના ચાર્જિંગ કેસને પહેલા કરતા નાનો બનાવવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં લાઇવ ટ્રાન્સલેશન ફીચર ઉપલબ્ધ હશે. તે Apple ની H3 ઓડિયો ચિપ સામેલ હશે.
Apple Watch Series 11
9 સપ્ટેમ્બરે લોન્ચ થનારી સિરીઝ 11 માં ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર થવાની અપેક્ષા નથી, પરંતુ બહારની વિઝિબિલિટી સુધારવા માટે તેમાં વધુ બ્રાઇટનેસ સાથે ડિસ્પ્લે મળી શકે છે. આ સાથે, તેમાં નવા રંગ અને સ્ટ્રેપ વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. આ સિરીઝ S11 ચિપ પર આધારિત હશે અને 5G માટે તેમાં મીડિયાટેકના મોડેમનો ઉપયોગ કરી શકાય છે.
Apple Watch Ultra 3
Apple Watch Ultra 3 બે વર્ષ પછી મોટા અપગ્રેડ સાથે લોન્ચ થઈ રહ્યું છે. તેની ડિઝાઇન એ જ રહેવાની અપેક્ષા છે, પરંતુ તેના ડિસ્પ્લેમાં ફેરફાર થઈ શકે છે. અલ્ટ્રા 2 ના 410x502 ની સરખામણીમાં અલ્ટ્રા 3 માં 422x514 પિક્સલ રિઝોલ્યુશન સાથે ડિસ્પ્લે આપી શકાય છે. તે LTPO3 OLED ડિસ્પ્લે અને નવી S11 ચિપ સાથે લોન્ચ કરવામાં આવશે અને એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર ઉપલબ્ધ હશે. તેવી જ રીતે, સસ્તી Apple Watch SE અપગ્રેડેડ ડિસ્પ્લે અને ફાસ્ટ પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવશે.
Apple event નું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોવું?
એપલનો 'Awe Dropping' ઇવેન્ટ 9 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. તે Apple TV, કંપનીની સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરી શકે છે. એટલે કે તમે આ ઇવેન્ટ ઘરેથી લાઇવ જોઈ શકશો.