logo-img
Apple Iphone 17 Series Launched

Apple iPhone 17 Series launched : નવી ડિઝાઈન, અત્યાધુનિક ફીચર્સ, સૌથી પાતળો iPhone આકર્ષણનું કેન્દ્ર, જાણો ભારતમાં કિંમત

Apple iPhone 17 Series launched
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 08:04 PM IST

Appleએ પોતાના ‘Awe Dropping’ ઇવેન્ટમાં લાંબા ઇંતઝાર બાદ iPhone 17 Series લોન્ચ કરી છે. આ શ્રેણીમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ દરેક મોડલના ફીચર્સ અને કિંમત.

iPhone 17:
આ મોડલ 6.3-ઇંચના Super Retina XDR ડિસ્પ્લે સાથે આવ્યો છે, જેમાં 3000 nits બ્રાઇટનેસ અને 120Hz સુધીનો ProMotion રિફ્રેશ રેટ સપોર્ટ છે. તેમાં Ceramic Shield 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં A18 ચિપસેટ, iOS 26, 48MPનો મુખ્ય કેમેરો અને નવો Center Stage ફ્રન્ટ કેમેરો છે. બેટરી 20 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ શકે છે અને 30 કલાક સુધીનો વીડિયો પ્લેબેક આપે છે. આ ફોન બ્લેક, લવેન્ડર, મિસ્ટ બ્લુ, સેજ અને વ્હાઈટ એમ પાંચ કલરમાં ઉપલબ્ધ રહેશે. તેની શરૂઆતની કિંમત $799 (ભારતમાં અંદાજે ₹70,400) છે અને 256GB બેઝ સ્ટોરેજ સાથે આવે છે.

iPhone 17 Air:
Appleએ આ વખતે Plus મોડલને બંધ કરીને નવો iPhone Air રજૂ કર્યો છે. આ ફોન અલ્ટ્રા-સ્લિમ 5.6mm થીકનેસ સાથે આવ્યો છે. તેમાં ટાઇટેનિયમ ફ્રેમ, Ceramic Shield અને A19 Pro ચિપસેટ છે. રેર 48MP ફ્યુઝન કેમેરા અને ફ્રન્ટ 18MP Center Stage ફ્રન્ટ કેમેરો છે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનો સૌથી energy-efficient iPhone હશે. આ મોડલ ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે અને તેની કિંમત $999થી શરૂ થશે.

iPhone 17 Pro:
iPhone 17 Proમાં 6.3-ઇંચની Super Retina XDR ડિસ્પ્લે આપવામાં આવ્યી છે, જે ProMotion અને Always-on ટેકનોલોજી સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પર Anti-reflective કોટિંગ આપવામાં આવ્યું છે. આ મોડલ A19 Pro ચિપસેટ અને 12GB RAM સાથે લોન્ચ થયો છે. રેર 48MP+48MP+48MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જ્યારે ફ્રન્ટ 18MP Center Stage કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં વેપર ચેમ્બર કૂલિંગ ટેકનોલોજી, 8K વીડિયો રેકોર્ડિંગ અને ડ્યૂઅલ કેમેરા રેકોર્ડિંગ સપોર્ટ છે. iPhone 17 Proની શરૂઆતની કિંમત $1099 રાખવામાં આવી છે.

iPhone 17 Pro Max:
સિરીઝનો ફ્લેગશિપ ડિવાઇસ iPhone 17 Pro Max 6.9-ઇંચના Super Retina XDR ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં ProMotion, Always-on અને Anti-reflective ટેકનોલોજી છે. તેની બાકી સુવિધાઓ Pro મોડલ જેવી જ છે. આ ફોનમાં A19 Pro ચિપસેટ, ટ્રિપલ 48MP કેમેરા સેટઅપ અને eSIM સપોર્ટ આપવામાં આવ્યા છે. Pro Max મોડલ 256GBથી 2TB સુધીના વેરિઅન્ટમાં ઉપલબ્ધ રહેશે. તેની શરૂઆતની કિંમત $1199 રાખવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now