ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ મેડ-ઇન-ઇન્ડિયા મોબાઇલ ઇકોસિસ્ટમ SAMBHAV (Secure Army Mobile Bharat Version)નો ઉપયોગ કર્યો હતો. આ ફોન સામાન્ય સ્માર્ટફોનથી સંપૂર્ણપણે અલગ અને અત્યંત સુરક્ષિત છે.
સંભવ ફોન કેવી રીતે જુદો છે?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે ડિઝાઇન, જેથી કોઈ માહિતી લીક ના થાય.
વોટ્સએપની જગ્યાએ M-Sigma જેવી સ્પેશિયલ એપ્સ, જે મેસેજ, ફાઈલ્સ, ફોટો અને વીડિયો સેફલી શેર કરે છે.
દરેક કૉલ અને ચેટ સંપૂર્ણપણે સેફ રહે છે.
જાન્યુઆરી 2025માં સેનાએ 30,000 સંભવ સ્માર્ટફોન અધિકારીઓને આપ્યા હતા.
આ ફોન સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી આધારિત છે અને સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યો છે.
ટેકનોલોજી અને નેટવર્ક
સંભવ ફોન 5G ટેકનોલોજીથી સજ્જ છે.
તે માટે કોઈ અલગ નેટવર્કની જરૂર નથી; એરટેલ અને જિયો જેવા સામાન્ય મોબાઇલ નેટવર્ક પર ચાલી શકે છે.
અધિકારીઓના કૉન્ટેક્ટ નંબર પહેલાથી જ પ્રી-સેવ્ડ હોય છે.
ફોન સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ, જેથી હેકિંગનો ખતરો રહેતો નથી.
વોટ્સએપનો અંત
અગાઉ સેનાના અધિકારીઓ વોટ્સએપ અને સામાન્ય એપ્સથી ફાઈલ્સ શેર કરતા હતા, પરંતુ ઘણી વખત માહિતી લીક થવાની ઘટનાઓ બની હતી. હવે સંભવ સ્માર્ટફોન આવ્યા બાદ સત્તાવાર કામ માટે વોટ્સએપનો ઉપયોગ થતો નથી.