Realme એ ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો, જેનું નામ Realme P3 Lite 5G છે. આ એક બજેટ સ્માર્ટફોન છે, જે ઓછી કિંમતમાં સારું પર્ફોર્મન્સ આપશે. આ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી, 32MP કેમેરા, 18GB સુધીની RAM સપોર્ટ કરશે.
કિંમત 10,499 રૂપિયા
Realme P3 Lite 5G ની શરૂઆતની કિંમત 10,499 રૂપિયા છે, જેમાં તમને 4GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. ત્યારે, 6GB RAM સાથે 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા છે. બેંક ઓફર હેઠળ, તમને 1 હજાર રૂપિયાનું કેશબેક મળશે. Realme P3 Lite 5G માં 6.67-ઇંચ HD+ IPS LCD ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેની ટોચની બ્રાઇટનેસ 625nits હશે.
Realme P3 Lite 5Gની ફીચર્સ
Realme એ આ ફોનમાં MediaTek Dimensity 6300 6nm ઓક્ટા-કોર પ્રોસેસર આપ્યું છે. તેમાં 4GB RAM અને 6GB RAM ના વિકલ્પો છે. આ સાથે, વર્ચ્યુઅલ RAM સપોર્ટ ઉપલબ્ધ થશે, જેના પછી યુઝર્સને 18GB RAM સુધી ઍક્સેસ કરવાની તક મળશે.
Realmeનો આ લેટેસ્ટ સ્માર્ટફોન Realme UI 6.0, Android 15 પર આધારિત છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. તે 7.94mm જાડાઈ ધરાવે છે અને તેનું વજન 197g છે.
Realme P3 Lite 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 32MP પ્રાઇમરી કેમેરા છે. તેમાં 8-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. ફોટોગ્રાફી માટે ઘણા મોડ્સ અને AI સપોર્ટ ઉપલબ્ધ છે.
Realme P3 Lite 5G માં 6000mAh બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન માત્ર 5 મિનિટના ચાર્જિંગમાં 4.8 કલાકનો કોલ આપે છે.