ટેક જાયન્ટ Meta Platforms તેના વાર્ષિક ડેવલપર ઇવેન્ટ Meta Connect 2025માં નવી ટેકનોલોજી રજૂ કરી રહી છે. કેલિફોર્નિયાના Menlo Parkમાં 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ બે દિવસીય ઇવેન્ટમાં વિશ્વનું ધ્યાન ખાસ કરીને મેટાના નવા Smart Glasses ‘Celeste’ તરફ ખેંચાયું છે.
Celeste Glassesની ખાસિયત
Digital Display: જમણા લેન્સ પર નાનું ડિસ્પ્લે હશે, જેમાં Notifications, Messages, Reminders અને Alerts દેખાશે.
Gesture Control: કાંડા પર લગાવેલા Band દ્વારા વપરાશકર્તા ફક્ત હાથના હાવભાવથી Glassesને નિયંત્રિત કરી શકશે.
Stylish Design: Metaએ Fashion Brand Prada સાથે સહયોગ કરીને આ Glasses ડિઝાઇન કર્યા છે.
શક્ય કિંમત
Celeste Glassesની કિંમત લગભગ $800 (₹65,000 આસપાસ) હોઈ શકે છે.
હાલના Ray-Ban Smart Glasses $299 અને Oakley Smart Glasses $399ના ભાવમાં ઉપલબ્ધ છે.
નિષ્ણાતો માને છે કે નવા Glasses થોડા ભારે લાગશે, પરંતુ Developers અને Tech Enthusiasts માટે આકર્ષક સાબિત થશે.
Zuckerbergનો દાવો
Metaના CEO Mark Zuckerbergે તાજેતરમાં કહ્યું હતું કે AI આધારિત Smart Glasses જ ભવિષ્ય છે. તેમના મતે, આવનારા સમયમાં આવા Glasses વગરના માણસો ટેકનીકમાં પાછળ રહી જશે. આ Glasses વપરાશકર્તાને દિવસભર AI સાથે જોવા, સાંભળવા અને વાતચીત કરવાની સુવિધા આપશે.
Eventનું પ્રસારણ
Meta Connect 2025 ઇવેન્ટ Metaની Official Website અને Facebook મારફતે વિશ્વભરમાં લાઇવ પ્રસારિત થઈ રહી છે.