અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં ઓવલ ઓફિસમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ (COAS) અસીમ મુનીર સાથે બેઠક કરી હતી. જોકે, આ બેઠકને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વ્હાઇટ હાઉસે આ બેઠકના કોઈ સત્તાવાર ફોટા કે વીડિયો જાહેર કર્યા નથી.
પ્રોટોકોલનો ભંગ?
સામાન્ય રીતે વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની વિદેશી સમકક્ષો સાથેની મુલાકાતના ફોટા અથવા લાઇવ વીડિયો જાહેર કરે છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે બેઠક બાદ લાઇવ સંયુક્ત બ્રીફિંગ કર્યું હતું. પરંતુ, શરીફ અને મુનીર સાથેની બેઠક અંગેની માહિતી ફક્ત પાકિસ્તાનના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જ બહાર આવી હતી.
પાકિસ્તાનનો દાવો
પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને વિદેશ સચિવ માર્કો રુબિયો પણ હાજર હતા.
બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હોવાનો દાવો.
અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરતી વખતે 30 મિનિટનો વિલંબ થયો હોવાનું પણ પાકિસ્તાન તરફથી જણાવાયું.
વ્હાઇટ હાઉસના પ્રેસ પૂલ ફોટા
વ્હાઇટ હાઉસના પ્રેસ પૂલ દ્વારા બહાર પડાયેલા એક ફોટામાં શાહબાઝ શરીફ અને અસીમ મુનીર વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યક્રમો પૂરા થાય ત્યાં સુધી રાહ જોતા દેખાયા હતા. આથી બેઠક ક્યારે અને કયા સ્વરૂપે યોજાઈ એ અંગે વધુ શંકાઓ ઊભી થઈ છે.